સરદાર વલ્લભભાઈ પટેલની પુણ્યતિથિ નિમિત્તે ભરૂચ સહિત અનેક જિલ્લાઓમાં હાથ ધરાયું અનોખું સ્વચ્છતા અભિયાન

New Update
સરદાર વલ્લભભાઈ પટેલની પુણ્યતિથિ નિમિત્તે ભરૂચ સહિત અનેક જિલ્લાઓમાં હાથ ધરાયું અનોખું સ્વચ્છતા અભિયાન

સમગ્ર રાજ્યમાં યોગી ડિવાઇન સંસ્થા દ્વારા આત્મીય

સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. આ અભિયાનમાં વડોદરા કોર્પોરેશન સાથે જોડાઈ

અલગ અલગ ૧૮ જેટલી જગ્યાઓ પર સ્વચ્છતા કરવામાં આવી છે. સ્વામિનારાયણ સંપ્રદાયના

સાધુ સંતો, સ્વયંસેવકો અને

રાજકીય આગેવાનો સફાઈ અભિયાનમાં જોડાયા છે. હકીકતમાં સરદાર વલ્લભભાઈ પટેલની

પુણ્યતિથિ અને મહાત્મા ગાંધીજીની ૧૫૦મી જન્મ જયંતી વર્ષ નિમિત્તે સફાઈ અભિયાન

રાખવામાં આવ્યું છે.

publive-image
publive-image
publive-image
publive-image
publive-image

સરદાર વલ્લભભાઈ પટેલની પુણ્યતિથિ નિમિત્તે ગાંધીજીના

સંદેશ "સ્વચ્છતા ત્યાં પ્રભુતા"ના સામર્થ્યને ચરિતાર્થ કરવા અને માનનીય

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજીના સ્વચ્છતા અભિયાનની આહલેકને ઉત્સવમાં પરિવર્તીત

કરવા ભરૂચ નગરપાલિકા તથા યોગી ડિવાઇન સોસાયટી સનાતન પ્રદેશ ભરૂચ  દ્વારા

આત્મીય સ્વચ્છતા અભિયાન રાખવામાં આવ્યું. જેમાં મોટી સંખ્યામાં સ્વામિનારાયણ

સંપ્રદાય ના સત્સંગી ભાઈઓ, બહેનો અને બાળકો સ્વચ્છતા અભિયાનમાં

જોડાયા.

ભરૂચ-નર્મદા જીલ્લામાં વસવાટ હરિભક્તો અને આત્મીય

સમાજના આસ્થાના કેન્દ્ર સમાન સ્વામીનારાયણ મંદિર અને યોગી ડિવાઇન સોસાયટી સોખડા

ધ્વારા સરદાર પટેલની પુણ્યતિથિ સહિત આત્મીય યુવા મહોત્સવ અંતર્ગત સ્વચ્છતા

અભિયાનનો કાર્યક્રમ યોજાયો હતો,જેમાં વહેલી સવારેથી

સ્વામીનારાયણ મંદિરથી એસકે પટેલ પાર્ક,નેત્રંગ ચારરસ્તા,સામુહિક આરોગ્ય કેન્દ્ર,તાલુકા સેવાસદન,તા.પંચાયત અને પોલીસ સ્ટેશનના કંપાઉન્ડમાં સહિત સંગ્રહ ગામમાં ઠેર-ઠેર

સાફસફાઇ કરવામાં આવી હતી,દુષિત કચરાને સળગાવીને ટ્રેક્ટરમાં

ભરીને ગામની બહાર નાખવામાં આવ્યો હતો,અને ગામના રહીશોને

જાહેર સ્થળો ઉપર ગંદકી ફેલાવવા અને કચરો નહીં નાખવાની અપીલ કરી હતી.

દરમિયાન સ્વામીનારાયણ મંદિરના ભક્તિવલ્લભ સ્વામીએ

જણાવ્યું હતું કે,સમાજજીવનમાં લોકો વચ્ચે

પરસ્પર આત્મીયનો સબંધ જળવાઇ અને સરદાર પટેલની પુણ્યતિથિ સહિત દિવ્યભવ્ય આત્મીય

મહોત્સવના ઉજવણીના ભાગરૂપે સ્વચ્છતા અભિયાનનો કાર્યક્રમ કરાયો છે,જેમાં હજારોની સંખ્યામાં સંયભુ હરિભક્તો અને ગ્રામજનો જોડાયા છે,જે આનંદની બાબત છે,જ્યારે નેત્રંગ ગામના ઇતિહાસમાં

ખુબ જ મોટાપાયે સ્વચ્છતાનો કાર્યક્રમ યોજાતા સમગ્ર વિસ્તારની પ્રજામાં પ્રેરણાદાયી

આકષૅણનું કેન્દ્ર બન્યું હતું,જેમાં પુજ્ય ભક્તિવલ્લભ સ્વામી,યુવા કોંગ્રેસના પ્રમુખ શેરખાન પઠાણ,મોહસીન પઠાણ,જયેશ વસાવા,સ્નેહલ પટેલ,મહેન્દ્ર

મકવાણા સહિત હજારોને સંખ્યામાં હરિભક્તો જોડાયા હતા.

Latest Stories