વડોદરા: નાનકવાડી ગુરુદ્વારામાં બૈશાખીના પર્વની ઉજવણી

New Update
વડોદરા: નાનકવાડી ગુરુદ્વારામાં બૈશાખીના પર્વની ઉજવણી

આજે મહારાષ્ટ્રીયન સમાજ  સિંધી સમાજના નવા વર્ષનો પ્રારંભ થાય છે. સાથે શીખ સમાજના  તહેવાર બૈશાખીની ઉજવણી પણ  આજના દિવસે કરવામાં આવે છે ત્યારે આજે વડોદરામાં વસતા શીખ સમાજના લોકોએ બૈશાખીની ઉજવણી ખંડેરાવ માર્કેટ સ્થિત નનાકવાડી ગુરૂદ્વારા ખાતે ગ્રંથ સાહેબનાં દર્શન કરીને કરી હતી

વૈસાખીના પાવન તહેવારનું શિખ ધર્મમાં ખુબ જ મહત્વ છે. વર્ષ 1699ના વૈસાખી  પર્વ નીમિતે શ્રી ગુરુ ગોબિંદ સિંધજીએ આનંદપુર સાહેબ પંજાબ ખાતે તમામ જ્ઞાતીજાતીના ભેદભાવ હટાવી ખાલસા પંચનુ સર્જન કર્યું હતું. વડોદરાના ઔતિહાસીક ગુરુદવારા નાનક વાડી ખાતે આજ રોજ હાલમાં ચાલી રહેલ કોરોના મહામારીના અનુસંધાનમાં સરકાર તરફથી અપાયેલ સૂચના મુજબ નિતીનિયમોનું પાલન કરી સાદગીથી શ્રી ગુરુગ્રંથ સાહેબના દર્શન  કરીને કિર્તનનો લાભ લીધો હતો. વૈશાખીના પર્વ નિમીતે તમામને ખુબ ખુબ અભિનંદન પાઠવવામા આવ્યા હતા અને કોરોના મહામારીમાંથી મુક્તિ મળે એ માટે પ્રાર્થના કરવામાં આવી હતી

Latest Stories