વડોદરા: રમો ક્રિકેટ અને રહો ફીટ, જુઓ કોણે આપ્યો ફીટનેશનો નવો મંત્ર

New Update
વડોદરા: રમો ક્રિકેટ અને રહો ફીટ, જુઓ કોણે આપ્યો ફીટનેશનો નવો મંત્ર

વડોદરા શહેરમાં કોરોનાના કેસ વધી રહયાં છે તો બીજી તરફ પોલીસ વિભાગ તરફથી ટી-20 ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરાયું છે. જેનો પ્રારંભ રાજયના પોલીસવડા આશિષ ભાટીયાના હસ્તે કરવામાં આવ્યો હતો.

રાજયમાં કોરોના વાયરસના દર્દીઓ વધી રહયાં હોવાથી કોવીડની ગાઇડલાઇનના ચુસ્ત પાલન માટે સરકાર વિવિધ આદેશો બહાર પાડી રહી છે. બાગ- બગીચાઓ, શાળાઓ તથા કોલેજો બંધ કરી દેવામાં આવી છે. મહાનગરોમાં ફેલાયેલા કોરોનાના કહેર વચ્ચે વડોદરા પોલીસ હેડકવાટર્સના મેદાનમાં ડીજીપી કપ ક્રિકેટ ટુર્નામેન્ટનો પ્રારંભ કરવામાં આવ્યો છે. ટુર્નામેન્ટના ઉદઘાટન સમારંભમાં ડીજીપી આશીષ ભાટીયા, પોલીસ કમિશનર શમશેરસિંહ સહિતના ઉચ્ચ અધિકારીઓ અને કર્મચારીઓ હાજર રહયાં હતાં. ડીજીપી આશીષ ભાટીયાએ જણાવ્યું હતું કે, છેલ્લા એક વર્ષ ઉપરાંતથી કોરોનાનો કહેર ચાલી રહયો છે અને પોલીસ અધિકારીઓ તેમજ કર્મચારીઓ સતત ફરજમાં વ્યસ્ત છે ત્યારે તેઓ શારીરીક અને માનસિક રીતે તંદુરસ્ત રહે તે માટે ટુર્નામેન્ટ યોજવામાં આવી છે. ટુર્નામેન્ટ દરમિયાન કોરોનાની ગાઇડલાઇનનો ચુસ્ત અમલ થાય તેની પણ કાળજી લેવાશે.

Latest Stories