શાર્પશૂટર એન્થોનીને છોટાઉદેપુરની સબજેલમાંથી વડોદરાની હોસ્પિટલમાં લવાયા બાદ એક્સ પીએસઆઇ જેપી ડામોર તેને કારમાં સયાજીગંજની પૂજા હોટલમાં લઇ ગયા હતા. જ્યાં એન્થોનીની પત્ની સુમન અને બહેન જયશ્રી મળ્યા હતા. પીએસઆઇને જમવા માટે લઈ જવાયા બાદ એન્થોની અને તેના પરિવારજનો ભાગી ગયા હતા.સયાજીગંજ પોલીસે આ બનાવમાં પી.એસ.આઇ ડામોર, હોટલ મેનેજરની ધરપકડ કરી જેલમાં મોકલી આપ્યા છે.

જ્યારે ગઈકાલે એન્થોનીની પત્ની અને બહેન પણ પકડાઈ ગયા હતા.આ બનાવમાં એન્થોનીને મળવા માટે હોટલ પર આવેલા અને તેને ભગાડવામાં મદદગારી કરનાર અજય રામચંદ્ર ગાયકવાડ (ઉકાજીનું વાડિયુ,વાઘોડિયા રોડ), મેહુલ ભરતભાઇ ચાવડા (પુનિત નગર 2, મહેશ કોમ્પલેક્ષ પાસે,વાઘોડિયા રોડ) અને કશ્યપ રણજીતભાઈ સોલંકી (નાલંદા સ્લમ ક્વાર્ટર્સ પાસે, વાઘોડિયા રોડ)ને ઝડપી પાડયા છે.