Connect Gujarat
વડોદરા 

વડોદરામાં બનશે 37 ઈ-વાહન ચાર્જિંગ સ્ટેશન, કેન્દ્ર સરકારે આપી મંજૂરી...

વડોદરામાં બનશે 37 ઈ-વાહન ચાર્જિંગ સ્ટેશન, કેન્દ્ર સરકારે આપી મંજૂરી...
X

ગુજરાતમાં ઇલેક્ટ્રિક ચાર્જિંગ સ્ટેશન સ્થાપવા માટેની મંજૂરી માંગતી દરખાસ્ત મંજૂર કરી દેવાતા વડોદરામાં 37 સ્થળોએ ઈ-વાહન માટે ચાર્જિંગ સ્ટેશન સ્થપાશે. કેન્દ્ર સરકારે વડોદરામાં ચાર્જિંગ સ્ટેશન માટે મંજૂરી આપી દીધી છે. જેમાં 10 સ્લો ચાર્જિંગ અને 27 ફાસ્ટ ચાર્જિંગ સ્ટેશન બનશે. 20-20 કિમીના અંતરે આ ચાર્જિંગ સ્ટેશન બનશે. ઈ-વાહનોને પ્રોત્સાહન આપવા માટે સરકાર દ્વારા આ આયોજન કરાયું છે.

ઉર્જા સ્ત્રોતનો ઉપયોગ વધારવા અને વધતા પ્રદૂષણને અટકાવવા ઇલેક્ટ્રિક વાહનોનો વપરાશ વધે એ માટે કેન્દ્ર સરકાર પણ ભાર મૂકી રહી છે. ઉદ્યોગ મંત્રાલય દ્વારા ઉર્જા મંત્રાલયે ઇલેક્ટ્રીક વાહનોનું ઉત્પાદન વધારવા તેમજ ઝડપી તેને અપનાવવા માટેની બીજા તબક્કાની આપેલી ગાઈડલાઈન મુજબ અમદાવાદ, સુરત ,વડોદરા અને ગાંધીનગરમાં વિવિધ સ્થળોએ પબ્લિક ચાર્જિંગ સ્ટેશન ઊભા કરવાનું નક્કી કર્યું છે. જે અંતર્ગત વડોદરામાં 37 સ્થળોએ રાજસ્થાનની એક કંપની દ્વારા આ કામગીરી હાથ ધરાશે.

જેમાં 10 સ્લો સ્ટેશન અને 27 ફાસ્ટ ચાર્જિંગ સ્ટેશન હશે. કોર્પોરેશન પાસે બ્રિજની નીચેની જગ્યા, અતિથિગૃહ, નગર ગૃહ, ટાઉનહોલ તેમજ ગાર્ડન બહાર પાર્કિંગની જગ્યા એ ફિક્સ જગ્યા નક્કી કરીને આ ચાર્જિંગ સ્ટેશન ઊભા કરશે. 10 વર્ષ સુધી રાજસ્થાનની કંપની આ ઓપરેશન અને મેન્ટેનન્સની કામગીરી સંભાળશે. જે એક ચાર્જિંગ સ્ટેશનમાં એક વીજ વપરાશ યુનિટ મુજબ 1 રૂપિયો કોર્પોરેશનને આપશે અને ચાર્જિંગ સ્ટેશન વીજ વપરાશનું બિલ રાજસ્થાન આ કંપની ભરશે.

Next Story