વડોદરામાં સર્જાઈ દુર્ઘટના
વિશ્વામિત્રી રેલવે સ્ટેશન પાસેની ઘટના
વરસાદમાં સિમેન્ટનો શેડ થયો જમીનદોસ્ત
મજૂરી કરતા શ્રમજીવીઓ કાટમાળ નીચે દબાયા
એક બાળકીનું મોત,આઠ ઈજાગ્રસ્ત
વડોદરામાં વિશ્વામિત્રી રેલવે સ્ટેશન નજીક વરસાદમાં સિમેન્ટના પતરાનો શેડ તૂટીને પડતા એક બાળકી મોતને ભેટી હતી,જ્યારે આઠ લોકોને ઈજા પહોંચી હોવાનું જાણવા મળ્યું હતું.
વડોદરામાં પવનના જોર સાથે વરસેલા વરસાદમાં વિશ્વામિત્રી રેલવે સ્ટેશન નજીક સિમેન્ટના પતરાનો શેડ તૂટીને પડતા પાંચ બાળકો સહિત આઠ શ્રમજીવીઓને ઇજા થઇ હતી. રેલવે ટ્રેકના રિપેરિંગ સહિતના કામની મજૂરી માટે વડોદરા આવેલા દાહોદના શ્રમજીવીઓ શેડ બનાવીને વિશ્વામિત્રી રેલવે સ્ટેશન નજીક રહેતા હતા. ગતરોજ સાંજે ભારે પવન સાથે પડેલા વરસાદમાં શેડ તૂટીને પડતા બાળકો સહિત આઠ શ્રમજીવીઓને ઇજા પહોંચી હતી.
તેઓને સારવાર માટે સયાજી હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા છે. તેઓની હાલત સુધારા પર હોવાનું જાણવા મળ્યું હતું.આ દુર્ઘટનામાં એક બાળકીનું મોત નીપજ્યું હોવાનું પણ જાણવા મળ્યું છે.