વડોદરા : પુરપાટ ઝડપે આવેલ બાઇક ચાલકે રસ્તો પસાર કરતી મોપેડ સવાર યુવતીઓને ટક્કર મારી, સમગ્ર ઘટના CCTVમાં કેદ

વડોદરા શહેરમાંથી ફરી એકવાર રફતારનો કહેર સામે આવ્યો છે. શહેરના લકડીપુલ વિસ્તાર નજીક ભયંકર અકસ્માત સર્જાયો સમગ્ર અકસ્માતની ઘટના નજીકમાં રહેલા CCTV કેમેરામાં કેદ થઈ

New Update
  • શહેરમાં ફરી એકવાર રફતારનો કહેર સામે આવ્યો

  • લકડીપુલ વિસ્તાર નજીક સર્જાયો ભયંકર અકસ્માત

  • બાઇક ચાલકે મોપેડ સવાર યુવતીઓને ટક્કર મારી

  • બન્ને યુવતીઓને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાય

  • સમગ્ર અકસ્માતની ઘટના CCTV કેમેરામાં કેદ થઈ

વડોદરા શહેરના લકડીપુલ વિસ્તારમાં બાઇક અને મોપેડ વચ્ચે ભયંકર અકસ્માત સર્જાયો હતો. જેમાં મોપેડ સવાર 2 ઇજાગ્રસ્ત યુવતીઓને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી.

વડોદરા શહેરમાંથી ફરી એકવાર રફતારનો કહેર સામે આવ્યો છે. શહેરના લકડીપુલ વિસ્તાર નજીક ભયંકર અકસ્માત સર્જાયો હતો. જેમાં પુરપાટ ઝડપે આવેલ બાઇક ચાલકે રસ્તો પસાર કરતી મોપેડ સવાર યુવતીઓને ટક્કર મારી હતી. સમગ્ર અકસ્માતની ઘટના નજીકમાં રહેલા CCTV કેમેરામાં કેદ થઈ હતી.

અકસ્માત એટલો ભયંકર હતો કેબનાવના પગલે ઘટના સ્થળે લોકોના ટોળા ભેગા થયા હતા. અકસ્માતમાં મોપેડ સવાર બન્ને યુવતીઓને ગંભીર ઇજા પહોચતા તાત્કાલિક સારવાર અર્થે SSG હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. તો બીજી તરફબનાવની જાણ થતાં જ ઇજાગ્રસ્તોનો પરિવાર પણ હોસ્પિટલ દોડી આવ્યો હતો. આ તરફ પોલીસે અકસ્માતનો ગુન્હો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે.

Latest Stories