અંકલેશ્વર “ડ્રગ્સકાંડ”નો રેલો વડોદરા પહોચ્યો..! : આરોપીનો પરિવાર મકાન બંધ કરીને અન્યત્ર સ્થળે પલાયન થયો

પોલીસ દ્વારા ડ્રગ્સ કૌભાંડમાં અમિત મૈસુરિયાની ધરપકડ કરવામાં આવતાની સાથે જ વડોદરામાં રહેતો તેમનો પરિવાર પણ મકાન બંધ કરીને ક્યાક રવાના થઈ ગયો

New Update
Ankleshwar Drugs Case

એશિયાની સૌથી મોટી ઔદ્યોગિક વસાહત અંકલેશ્વરની આવકાર ડ્રગ્સ નામની ફેક્ટરીમાંથી 13 ઓક્ટોબરના રોજ 5,000 કરોડનું 518 કિલો કોકેન ઝડપાયું હતું. જોકેહાલ આ ડ્રગ્સકાંડનો રેલો વડોદડા સુધી પહોંચ્યો છે.

મળતી માહિતી અનુસારવડોદરા શહેરના વાઘોડિયા રોડ પર નેશનલ હાઇવેને અડીને આવેલ રૂદ્રાક્ષ એલીગન્સમાંA-3 ટાવરમાં 101 નંબરના મકાનમાં રહેતો અમિત મૈસુરિયાની અંકલેશ્વરની આવકાર ડ્રગ્સ કંપનીના ડ્રગ્સકાંડમાં સંડોવણી બહાર આવતા પોલીસેતેની ધરપકડકરીછે. પોલીસ દ્વારા ડ્રગ્સ કૌભાંડમાં અમિત મૈસુરિયાની ધરપકડ કરવામાં આવતાની સાથે જ વડોદરામાં રહેતો તેમનો પરિવાર પણ મકાન બંધ કરીને ક્યાક રવાના થઈ ગયો છે.

પોલીસ તપાસમાં સામે આવ્યું હતું કેમૈસુરિયા ફાર્મા સોલ્યુશન વડોદરાના નામે પેઢી રજિસ્ટર કરાવનાર વાઘોડિયા રોડ પર રુદ્રાક્ષ એલિગન્સમાં રહેતો અમિત મૈસુરિયા કંપનીનો સ્થાપક છે. અમિત મૈસુરિયા પૂણેની ફાર્મા સોલ્યુશન સર્વિસ કંપનીની મહિલા ડિરેક્ટર સાથે સંપર્કમાં હતો. જે આવકાર ડ્રગ્સ અને ફાર્મા સોલ્યુશન કંપની વચ્ચેની મુખ્ય કડીહોવાનું પોલીસ સૂત્રો જણાવી રહ્યાછે.

ફાર્મા સોલ્યુશન કંપની કોકેઇન અને મેથ બનાવવા માટેનું મટિરિયલ અંકલેશ્વર ખાતે મોકલતી હતી. તેની સાથે રો-મટિરિયલની માત્રા કેટલા પ્રમાણમાં અને કેવી રીતે એકત્ર કરવી તેની આખી થિયરીકલ પ્રોસેસ આપતાં તેઓ તે પ્રમાણે પ્રોડક્ટ તૈયાર કરતા હતા. જે તૈયાર થઇ ગયા બાદ પૂણેની કંપની તૈયાર થયેલું મટિરિયલ લઇ જતી હતી.

અમિત મૈસુરિયા દિલ્હીમાં ડ્રગ સપ્લાય કરનાર અભિલાષા સાથે મળી અંકલેશ્વરની આવકાર ફાર્માના 3 ડાયરેક્ટર અશ્વિન રામાણીબ્રિજેશ કોઠિયા અને મયુર દેસલે સાથે મુલાકાત કરાવી હતી અને મોટી રકમની ઓફર કરી નશીલા પદાર્થનું ઉત્પાદન કરવા સમજાવ્યા હતા.

ઉત્પાદનનું જે બિલ બને તેના 3 ટકા કમિશનની શરત નક્કી કરી હતી. એ મુજબ અમિતને અત્યાર સુધી 36 લાખ મળ્યા હોવાનું પોલીસનું માનવું છે. અત્રે ઉલ્લેખનીય છે કેઅમિતકુમાર મૈસુરિયાની ધરપકડ કરવામાં આવતા તેમનો પરિવાર મકાન બંધ કરીને અન્યત્ર સ્થળે ચાલ્યો ગયો છે.

અમીત મેયસુરીયાના મકાન પર મૈયસુરીયા ફાર્મા સોલ્યુશનનું બોર્ડ પણ પોલીસને જોવા મળ્યું છેજે તેઓની કંપનીનું કહેવાય છે. એટલું જ નહીંતેઓની બ્લેક કલરની કાર પણ પાર્કિંગમાં હોવાનું સ્થાનિકોએ પોલીસને જણાવ્યું હતું.