વડોદરાની વિશ્વવિખ્યાત MSUના અંધેર વહીવટનો ભોગ બની ભાજપના ધારાસભ્યની પુત્રી..!

વિશ્વ વિખ્યાત એમ.એસ. યુનિવર્સિટી અવારનવાર વિવાદમાં આવતી હોય છે, ત્યારે વિદ્યાર્થીઓની પરિક્ષાને લઈને વધુ એક વિવાદ સામે આવ્યો છે.

વડોદરાની વિશ્વવિખ્યાત MSUના અંધેર વહીવટનો ભોગ બની ભાજપના ધારાસભ્યની પુત્રી..!
New Update

વડોદરાની વિશ્વ વિખ્યાત એમ.એસ. યુનિવર્સિટી અવારનવાર વિવાદમાં આવતી હોય છે, ત્યારે વિદ્યાર્થીઓની પરિક્ષાને લઈને વધુ એક વિવાદ સામે આવ્યો છે. જેમાં યુનિવર્સિટીમાં ચાલી રહેલી પરીક્ષામાં વિદ્યાર્થીઓ અણધણ વહીવટને કારણે વંચિત રહ્યા હોવાનું સામે આવ્યું છે. જેમાંની એક વિદ્યાર્થી પાદરાના ધારાસભ્યની પુત્રી હોવાનું પણ સામે આવ્યું છે.

છેલ્લા કેટલાક દિવસથી વડોદરાની એમ.એસ. યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓની અલગ અલગ વિભાગની પરિક્ષાઓ શરૂ થઈ ગઈ છે. જેમાં આ વખતે વિદ્યાર્થીઓના બેઠક નંબર તેમના રોલ નંબરથી જનરેટ કરાયા હોવાથી ઘણા વિદ્યાર્થીઓને પોતાનો બેઠક નંબર શોધવામાં મુશ્કેલી પડી હતી. જોકે, તે બાદ હવે વિદ્યાર્થીઓનો બેઠક નંબર જનરેટ થયા બાદ લિસ્ટમાં નામ ન આવતા વિદ્યાર્થીઓ પરિક્ષાથી વંચિત રહ્યા છે. આ અંગે પાદરાના ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલાની પુત્રી આર્ચી ઝાલાએ જણાવ્યું હતું કે, મારો સીટ નંબર આવી ગયો છે. પણ લિસ્ટમાં નામ આવ્યું નથી. જેથી હું મેડમ કે, સરની રાહ જોતી હતી, ત્યારે મેડમ દેખાતા તેમને પૂછતા મારી સાથે ખરાબ રીતે વર્તન કર્યું હતું, અને ક્હ્યું કે, તમને લિસ્ટ શેર કરીને મોટી ભૂલ કરી છે. આની માટે ઘણા ફોન પણ કર્યા, પણ મેડમ ખરાબ રીતે વાત કરી રહ્યા છે. મેડમ મને કહે છે કે, ઉપરથી થોડી મુશ્કેલી પડી રહી હોવાથી હવે એડિશનલ પરિક્ષા જ આપવી પડશે. 15થી 20 લોકો છે, જેમના એપ્લીકેશનમાં અલગ વિષય બતાવે છે, અને પરિક્ષા બીજા વિષયની હોતા કેટલાક વિદ્યાર્થીઓ પરિક્ષા નથી આપી રહ્યા. હાલ 4 પેપર આપી દીધા છે, ત્યારે લિસ્ટમાં નામ ન હોવાથી મેડમ એડિશનલ પરિક્ષા આપવા કહે છે.

#daughter #BeyondJustNews #Connect Gujarat #MS University #victim #Gujarat #administration #Vadodara #Panda MLA
Here are a few more articles:
Read the Next Article