વડોદરા : જૂના પાદરા રોડ પર મલ્હાર પોઇન્ટ ખાતે ACમાં બ્લાસ્ટ થતાં દોડધામ, 6 લોકો દાઝી ગયા...

વડોદરા શહેરના જૂના પાદરા રોડ પર આવેલ મલ્હાર પોઇન્ટ ખાતે ACમાં શોર્ટ સર્કિટના કારણે બ્લાસ્ટ થતાં દોડધામ મચી જવા પામી હતી.

New Update

વડોદરા શહેરના જૂના પાદરા રોડ પર આવેલ મલ્હાર પોઇન્ટ ખાતે ACમાં શોર્ટ સર્કિટના કારણે બ્લાસ્ટ થતાં દોડધામ મચી જવા પામી હતી.

મળતી માહિતી અનુસારવડોદરા શહેરના જૂના પાદરા રોડ પર આવેલ મલ્હાર પોઇન્ટ ખાતે ACમાં અચાનક બ્લાસ્ટ થતાં આસપાસના લોકોમાં દોડધામ મચી જવા પામી હતી. મલ્હાર પોઇન્ટમાં આવેલ શ્રીરામ ફાઇનાન્સ ઇન્સ્યોરન્સની ઓફિસમાં શોર્ટ સર્કિટના કારણે ACમાં બ્લાસ્ટ થયો હતો. જેના કારણે 6 જેટલા કર્મચારીઓ દાઝી ગયા હતા. સમગ્ર ઘટનામાં કેટલા કર્મચારીઓની હાલત ગંભીર જાણવા મળી રહી છે. બનાવની જાણ થતા વડોદરા પોલીસના ઝોન-1ના DCP અભય સોની અને ACP ડી’ ડિવિઝન પોલીસ સ્ટાફને સાથે રાખી ઘટના સ્થળ પર પહોંચી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

 

Latest Stories