New Update
/connect-gujarat/media/post_banners/f327957fee19871e8114f2f0004c1644cbb1b24213bcfb950d8e79e2a1d669ba.jpg)
વડોદરા જિલ્લાના વાઘોડિયા બેઠકના દબંગ ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવની ટિકિટ ભાજપે કાપી છે. જેને પગલે મધુ શ્રીવાસ્તવે અપક્ષ ચૂંટણી લડવાની તૈયારી બતાવી દીધી છે. મધુ શ્રીવાસ્તવે જણાવ્યું હતું કે, પાર્લામેન્ટ્રી બોર્ડે જે નિર્ણય કર્યો છે, તે શિરોમાન્ય છે.
કાર્યકર્તાઓ વડે હું અપક્ષ કોર્પોરેટર બન્યો, અને ત્યારબાદ એ જ કાર્યકર્તાઓ વડે હું ધારાસભ્ય બન્યો. જોકે, હવે હું ચૂંટણી લડીશ તો અપક્ષ તરીકે લડીશ, બીજી કોઈ પાર્ટીમાં નહીં જઉં. હું ભાજપનો છું, અને ભાજપમાં જ રહેવાનો છું. ચૂંટણી લડ્યા પછી પણ ભાજપને જ સપોર્ટ કરવાનો છું. આ સાથે જ 2 દિવસમાં કાર્યકર્તાઓને ભેગા કરીને જે નિર્ણય લેવાશે તેના આધારે ચાલવાનું હોવાનું પણ મધુ શ્રીવાસ્તવે જણાવ્યુ હતું.
Latest Stories