વડોદરાના રાજકારણમાં કઠણાઇ : માંજલપુર બેઠકે 7 ટર્મથી BJP MLAને રિપીટ, 6 ટર્મથી BJP MLA વાઘોડિયાથી અપક્ષે

રાજકારણમાં ક્યારે કશું પણ બની શકે છે. આ વાતને સાચી પડતી ઘટના આજે સામે આવી છે. ગતરોજ સુધી ભાજપ દ્વારા 182 પૈકી 181 બેઠકો પર ઉમેદવારો જાહેર કરી દીધા હતા.

New Update
વડોદરાના રાજકારણમાં કઠણાઇ : માંજલપુર બેઠકે 7 ટર્મથી BJP MLAને રિપીટ, 6 ટર્મથી BJP MLA વાઘોડિયાથી અપક્ષે

રાજકારણમાં ક્યારે કશું પણ બની શકે છે. આ વાતને સાચી પડતી ઘટના આજે સામે આવી છે. ગતરોજ સુધી ભાજપ દ્વારા 182 પૈકી 181 બેઠકો પર ઉમેદવારો જાહેર કરી દીધા હતા. માત્ર વડોદરાની માંજલપુર બેઠકને લઈને સસ્પેન્સ રાખવામાં આવ્યો હતો. જેનો આજે સવારે અંત આવ્યો છે. માંજલપુર બેઠક પરથી ભાજપના 7 ટર્મથી ધારાસભ્ય રહેલા યોગેશ પટેલને રિપીટ કરાયા છે. તો બીજી તરફ વાઘોડિયાથી 6 ટર્મ ભાજપના ધારાસભ્ય રહેલા મધુ શ્રીવાસ્તવને ભાજપનું મોવડી મંડળ મનાવવમાં નિષ્ફળ ગયું હતું. જેથી તેઓ આજે અપક્ષ ઉમેદવારી કરશે.

ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે ભાજપે ઉમેદવારો જાહેર કરતા જ વડોદરા જિલ્લામાં ભારે વિરોધ થયો હતો. એક તબક્કે તો પાદરા, વાઘોડિયા અને કરજણ બેઠક પરના ભાજપના પ્રબળ દાવેદારોએ અપક્ષ ચૂંટણી લડવાની જાહેરાત કરી હતી. જેમાંથી કરજણ બેઠક પર અપક્ષ લડવાની જાહેરાત કરનારા સતીશ પટેલને મનાવી લેવામાં આવ્યા છે. આ વખતે ભાજપે અનેક સિનિયર નેતાઓને ઘરે બેસાડી દીધા છે. ગુજરાતના સિનિયર નેતાઓમાં માંજલપુરથી ભાજપના ધારાસભ્ય યોગેશ પટેલનો પણ સમાવેશ થાય છે. અનેક સિનિયર નેતાઓને ભાજપે ઘરે બેસાડતા યોગેશ પટેલે વડોદરામાં તેમના મતવિસ્તારમાં લોકોને મળવાનું શરૂ કરી દીધું હતું. તેવામાં તેમને પણ રિપીટ નહીં કરાય તેવી ચર્ચાઓએ જોર પકડ્યું હતું. જોકે, આ ચર્ચાઓ ખોટી પડી હતી. આજે સવારે યોગેશ પટેલને ઉમેદવારી અંગે ટેલિફોનિક જાણ કરવામાં આવી હતી. માંજલપુર બેઠક પરના સિનિયર ધારાસભ્ય મોવડી મંડળ પાસેથી તેમનું મનાવવામાં સફળ રહ્યા છે. તો બીજી તરફ, દબંગ છબી ધરાવતા અને 6 ટર્મથી ભાજપના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવનું પત્તુ કાપી નાખવામાં આવતા તેઓ રોષે ભરાયા હતા. અને અપક્ષ લડવાની જાહેરાત કરી હતી. જોકે, ગતરોજ તેમને મનાવવા સી.આર.પાટીલ સાથે તેમની મુલાકાત થઈ હતી. જે નિષ્ફળ રહેતા આજે તેઓ અપક્ષ ઉમેદવારી નોંધાવશે.

Read the Next Article

વડોદરાની સ્કૂલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીથી દોડધામ, પોલીસ અને બોમ્બ-સ્ક્વોડે શરૂ કરી તપાસ

બ્લાસ્ટની ધમકી મળતા વાલીઓ ફફડાટ વ્યાપી જવા પામ્યો હતો. હાલમાં સ્કૂલમાં સઘન ચેકિંગ અને સર્ચ ઓપરેશન શરૂ કરી દેવામાં આવ્યું છે.

New Update
bomb

વડોદરાની સિગ્નસ સ્કૂલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતાં તંત્રમાં દોડધામ મચી ગઇ હતી.

બોમ્બ સ્ક્વોડ,ડોગ સ્ક્વોડ અને ઉચ્ચ પોલીસ અધિકારીઓ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. બ્લાસ્ટની ધમકી મળતા વાલીઓ ફફડાટ વ્યાપી જવા પામ્યો હતો. હાલમાં સ્કૂલમાં સઘન ચેકિંગ અને સર્ચ ઓપરેશન શરૂ કરી દેવામાં આવ્યું છે.

વડોદરાના હરણી વિસ્તારમાં આવેલી સિગ્નસ સ્કૂલને ધમકીભર્યો ઇમેલ મળ્યો હતો. જેમાં આરડીએક્સ વડે બ્લાસ્ટ કરી ઉડાવી દેવાની ધમકી મળતાં તંત્રમાં દોડધામ મચી જવા પામી છે. ધમકીના પગલે પોલીસ તંત્રના ઉચ્ચ અધિકારીઓ,બોમ્બ સ્ક્વોડ,ડોગ સ્ક્વોડ સહિતની ટીમો ઘટનાસ્થળે પહોંચી ગઇ છે. આ અગાઉ બે અઠવાડિયામાં ત્રણ અલગ-અલગ સ્કૂલો આ પ્રકારની ધમકીઓ મળી ચૂકી છે. જેથી સુરક્ષા એજન્સીઓ એલર્ટ થઇ ગઇ છે.અને તપાસ શરૂ કરી છે.

Latest Stories