Connect Gujarat
વડોદરા 

ટેમ્પોમાં પ્લાસ્ટિક કેરેટની આડમાં દારૂના જથ્થાને વડોદરામાં ઘુસાડવાના પેતરાનો પર્દાફાશ..!

તો બીજી તરફ, પોલીસ તંત્ર પણ વડોદરા જિલ્લામાં આવી રહેલા દારૂના જથ્થાને રોકવા માટે એલર્ટ થઈ ગયું છે.

X

આગામી 31 ડિસેમ્બરે દારૂની રેલમછેલ કરવા માટે બુટલેગરો સક્રિય થઈ ગયા છે. તો બીજી તરફ, પોલીસ તંત્ર પણ વડોદરા જિલ્લામાં આવી રહેલા દારૂના જથ્થાને રોકવા માટે એલર્ટ થઈ ગયું છે.

વડોદરા તાલુકા પોલીસની ટીમ રાત્રિના સમયે પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન તાલુકા પોલીસની ટીમને માહિતી મળી હતી કે, દારૂ લઈને એક આઇસર ટેમ્પો રાયપુરા થઈ ભાયલી ગામ તરફ જવાનો છે, અને આ ટેમ્પોનું મોટર સાયકલ દ્વારા પાયલોટિંગ કરવામાં આવી રહ્યું છે. જે માહિતીના આધારે તાલુકા પોલીસે વોચ ગોઠવતા એક મોટર સાયકલ ઉપર 2 વ્યક્તિઓ આવી રહ્યા હતા. જોકે, બાઈક સવાર પોલીસને જોતા જ બાઈક પરથી ઉતરી ફરાર થઈ ગયો હતો, જ્યારે પોલીસે બાઈકચાલકને ઝડપી પાડ્યો હતો. આ સાથે જ દારૂનો જથ્થો લઈને આવતા ટેમ્પોને પણ ઝડપી પાડ્યો હતો. જોકે, ટેમ્પો ચાલક પણ પોલીસને થાપ આપી ભાગી છૂટવામાં સફળ રહ્યો હતો. પોલીસે દારૂ ભરેલા ટેમ્પોમાં તપાસ કરતા પ્લાસ્ટિકના ખાલી કેરેટની આડમાં રૂપિયા 7 લાખની કિંમતનો 190 પેટી ભારતીય બનાવટનો દારૂ મળી આવ્યો હતો. પોલીસે રૂપિયા 7 લાખની કિંમતનો દારૂ, ટેમ્પો, 150 પ્લાસ્ટિકના કેરેટ, પાયલોટિંગના ઉપયોગમાં લેવામાં આવેલી બાઈક મળી કુલ રૂપિયા 10.20 લાખનો મુદ્દામાલ જપ્ત કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Next Story