-
ઉત્તરાયણનો આનંદ શોકમય બન્યો
-
SSG હોસ્પિટલ દર્દીઓથી ધમધમતી રહી
-
ગળા કપાવાના 20 અને 10 વ્યક્તિઓ ધાબા પરથી પટકાયા
-
ઉત્તરાયણમાં 4 વ્યક્તિઓએ ગુમાવ્યા જીવ
-
આનંદનો અતિરેક જીવલેણ સાબિત થયો
વડોદરામાં ઉત્તરાયણનો પર્વ હર્ષોલ્લાસ સાથે ઉજવવામાં આવ્યો હતો. જોકે SSG હોસ્પિટલ પતંગની દોરીથી ઘાયલ થયેલા તેમજ ધાબા પરથી નીચે પટકાયેલા દર્દીઓથી ધમધમતી રહી હતી,જાણવા મળ્યા મુજબ દોરથી ગળું કપાવવાના કારણે તેમજ ધાબા પરથી નીચે જમીન પર પડી જવાના કારણે ચાર લોકોએ જીવ ગુમાવ્યા હતા.
વડોદરામાં ઉત્તરાયણ પર્વ હર્ષોલ્લાસ સાથે ઉજવવામાં આવ્યો હતો.અને સવારથી જ લોકો ધાબા ઉપર ચઢી ગયા હતા અને આકાશી દાવપેચમાં જોતરાઈ ગયા હતા.વડોદરાની SSG હોસ્પિટલમાં ઉત્તરાયણના દિવસે દર્દીઓની આવન જાવન સતત રહી હતી.
એક દિવસમાં દોરીથી ગળા કપાવાના 20 જેટલા બનાવો બન્યા હતા,તો 10 જેટલા વ્યક્તિઓ ધાબા પરથી પડી જતા ઘાયલ થયા હતા.એક જ દિવસમાં ચાર વ્યક્તિઓએ ઉત્તરાયણ પર્વના કારણે જીવ ગુમાવ્યા હતા. જેમાં બે વ્યક્તિઓના પતંગની દોરીથી ગળું કપાતા અને બે વ્યક્તિઓના ધાબા પરથી પડી જતા મોત નિપજ્યા હતા.
ઉત્તરાયણ પર્વએ હર્ષોલ્લાસથી ઉજવવાનો પર્વ છે,પરંતુ ક્યારેક આનંદનો અતિરેક અન્ય માટે જીવલેણ સાબિત થઇ શકે છે.ત્યારે આવા ઉત્સવો લોકોએ ધ્યાનપૂર્વક ઉજવવાની જરૂર છે. તહેવારોમાં પોતાની સાથે સાથે અન્યને પણ નુકસાન ન પહોંચે તે રીતે તહેવાર મનાવવો આવશ્યક જણાઈ રહ્યો છે.