Connect Gujarat
વડોદરા 

વડોદરા : કરજણના ભરથાણા ટોલ નાકા પાસેથી પોલીસે રૂ. 11 લાખ ઉપરાંતનો દારૂ ઝડપી પાડ્યો...

ભરથાણા ગામની સીમમાંથી પસાર થતા રાષ્ટ્રીય ધોરીમાર્ગ નંબર 48 પર આવેલા ટોલ નાકા પાસેથી વડોદરા રૂરલ એલસીબી પોલીસે રૂ. 11 લાખ ઉપરાંતનો ભારતીય બનાવટનો વિદેશી દારૂ ઝડપી પાડ્યો

વડોદરા : કરજણના ભરથાણા ટોલ નાકા પાસેથી પોલીસે રૂ. 11 લાખ ઉપરાંતનો દારૂ ઝડપી પાડ્યો...
X

વડોદરા જિલ્લાના કરજણ તાલુકાના ભરથાણા ગામની સીમમાંથી પસાર થતા રાષ્ટ્રીય ધોરીમાર્ગ નંબર 48 પર આવેલા ટોલ નાકા પાસેથી વડોદરા રૂરલ એલસીબી પોલીસે રૂ. 11 લાખ ઉપરાંતનો ભારતીય બનાવટનો વિદેશી દારૂ ઝડપી પાડતા દારૂનો ગેરકાયદેસર વેપલો કરતા બુટલેગરોમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે.

પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, વડોદરાના કરજણ તાલુકાના ભરથાણા ગામે આવેલ ટોલનાકા ઉપરથી એક આઇસર ટેમ્પોમાં વગર પાસ પરમીટે ભારતીય બનાવટના વિદેશી દારૂની પેટી નંગ-૨૬૨ જેમાં કુલ બોટલ નંગ-૫૪૭૨ જેની કી. રૂ. ૧૧,૪૪,૮૦૦/ તથા મોબાઇલ ફોન નંગ-૧ કિ. રૂ. ૧૦,૦૦૦/- તથા આઇસર ટેમ્પો કિ. રૂ. ૧૦,૦૦,૦૦૦/ તથા એક જી.પી.એસ. કિ. રૂ. ૫,૦૦૦/- મળી કુલ કી. રૂ. ૨૧,૫૯,૮૦૦/-ના મુદ્દામાલ સાથે રાજસ્થાનના શખ્સને વડોદરા રૂરલ એલસીબી પોલીસે ઝડપી પાડ્યો હતો. આ સાથે જ પોલીસે વિદેશી દારૂનો જથ્થો ભરેલ આઇસર ટેમ્પો અપાવનાર તેમજ વિદેશી દારૂનો જથ્થો મંગાવનાર વિરુદ્ધ કરજણ પોલીસ મથકે ગુન્હો રજીસ્ટર કરાવી વધુ તપાસ શરૂ કરી છે.

Next Story