વડોદરા શહેરના ગોત્રી વિસ્તારમાં CNG સપ્લાય કરતા વાહનમાં ગેસ લીકેજથી નાસભાગ મચી

CNG સ્ટેશન ઉપર સપ્લાય કરતી CNG ભરેલી ગાડી પસાર થઈ રહી હતી. આ સમયે CNG ગાડીનો પાઇપ ફાટ્યો હતો. જેના કારણે તેમાંથી CNG લીકેજ થવા લાગ્યો હતો. ભારે જહેમત બાદ ગેસ લીકેજ થતાં અટકાવ્યો

New Update
વડોદરાના ગોત્રીમાં બની ગેસ લીકેજની ઘટના
CNG સપ્લાય કરતી ગાડીમાં ગેસ લીકેજથી અફરાતફરી
સલામતીના ભાગરૂપે એક તરફનો રસ્તો કરાયો બંધ
ફાયર બ્રિગેડની ટીમે ગેસ લીકેજ પર પ્રાપ્ત કર્યો કંટ્રોલ
મોટી જાનહાની ટળતા સૌએ રાહતનો લીધો શ્વાસ
વડોદરા શહેરના ગોત્રી વિસ્તારમાં આજે સવારના સમયે CNG સપ્લાય કરતી ગાડીમાં પાઇપલાઇન ફાટી જતા લીકેજ થયું હતું. જેને પગલે આસપાસના વિસ્તારમાં અફરાતફરી નો માહોલ સર્જાય ગયો હતો.ઘટનાની જાણ થતા બ્રિગેડની ટીમ સ્થળ પર દોડી ગઈ હતી અને વાલ્વ બંધ કરીને ગેસ લીકેજ થતું અટકાવ્યું હતું.
વડોદરા શહેરના ગોત્રી વિસ્તાર માંથી આજે સવારે 7:30 વાગ્યે CNG સ્ટેશન ઉપર સપ્લાય કરતી CNG ભરેલી ગાડી પસાર થઈ રહી હતી. આ સમયે CNG ગાડીનો પાઇપ ફાટ્યો હતો. જેના કારણે તેમાંથી CNG લીકેજ થવા લાગ્યો હતો.જેની જાણ થતાં ડ્રાઇવરે તુરંત જ ગાડી રોકી દીધી હતી અને CNG લીકેજ અટકાવવા માટે પ્રયાસો શરૂ કર્યા હતા. મુખ્ય રોડ પર ગેસ લીકેજ થતા એક તરફનો રસ્તો બંધ કરવાની ફરજ પડી હતી.

બીજી તરફ આ ઘટનાની જાણ વડીવાડી ફાયર બ્રિગેડને કરવામાં આવી હતી, જેથી વડીવાડી ફાયર બ્રિગેડની ટીમ સ્થળ પર દોડી ગઈ હતી અને અડધો કલાકની જહેમત બાદ ગેસ લીકેજ થતાં અટકાવ્યો હતો.જેને કારણે આસપાસના લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો.
Read the Next Article

વડોદરાની સ્કૂલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીથી દોડધામ, પોલીસ અને બોમ્બ-સ્ક્વોડે શરૂ કરી તપાસ

બ્લાસ્ટની ધમકી મળતા વાલીઓ ફફડાટ વ્યાપી જવા પામ્યો હતો. હાલમાં સ્કૂલમાં સઘન ચેકિંગ અને સર્ચ ઓપરેશન શરૂ કરી દેવામાં આવ્યું છે.

New Update
bomb

વડોદરાની સિગ્નસ સ્કૂલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતાં તંત્રમાં દોડધામ મચી ગઇ હતી.

બોમ્બ સ્ક્વોડ,ડોગ સ્ક્વોડ અને ઉચ્ચ પોલીસ અધિકારીઓ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. બ્લાસ્ટની ધમકી મળતા વાલીઓ ફફડાટ વ્યાપી જવા પામ્યો હતો. હાલમાં સ્કૂલમાં સઘન ચેકિંગ અને સર્ચ ઓપરેશન શરૂ કરી દેવામાં આવ્યું છે.

વડોદરાના હરણી વિસ્તારમાં આવેલી સિગ્નસ સ્કૂલને ધમકીભર્યો ઇમેલ મળ્યો હતો. જેમાં આરડીએક્સ વડે બ્લાસ્ટ કરી ઉડાવી દેવાની ધમકી મળતાં તંત્રમાં દોડધામ મચી જવા પામી છે. ધમકીના પગલે પોલીસ તંત્રના ઉચ્ચ અધિકારીઓ,બોમ્બ સ્ક્વોડ,ડોગ સ્ક્વોડ સહિતની ટીમો ઘટનાસ્થળે પહોંચી ગઇ છે. આ અગાઉ બે અઠવાડિયામાં ત્રણ અલગ-અલગ સ્કૂલો આ પ્રકારની ધમકીઓ મળી ચૂકી છે. જેથી સુરક્ષા એજન્સીઓ એલર્ટ થઇ ગઇ છે.અને તપાસ શરૂ કરી છે.