Connect Gujarat
વડોદરા 

ગુજરાત ATSએ વડોદરામાંથી ડ્રગ્સ બનાવવાની ફેક્ટરી ઝડપી પાડી, 5 આરોપીઓની ધરપકડ

X

ગુજરાત ATSની મોટી કાર્યવાહી

વડોદરામાંથી ડ્રગ્સ બનાવવાની ફેક્ટરી ઝડપાય

5 આરોપીઓની ધરપકડ

ગુજરાત ATSએ વડોદરામાંથી વધુ એક એમ.ડી. ડ્રગસની ફેક્ટરી ઝડપી પાડી છે.63 કિલો કરતાં વધુ એમ.ડી.ડ્રગ્સના જથ્થા સાથે 5 આરોપીઓની ધરપકડ કરી લીધી છે મહત્વનું છે આ ડ્રગ્સનો જથ્થો મુંબઇ સપ્લાય કરવાનો હતો તે પહેલાજ ગુજરાત ATSએ ડ્રગ્સનો જથ્થો કબ્જે કરી લીધો છે.

ATSની ગીરફતમાં આવેલા આ પાંચેય આરોપીઓ બરોડામાં ડ્રગસની ફેક્ટરી ખોલીને મોટી માત્રામાં ડ્રગસ બનાવવાનું કામ કરી રહ્યા હતા.મુખ્ય આરોપી સૌમિલ પાઠક આ ડ્રગસનો માસ્ટર માઈન્ડ હોવાનું સામે આવ્યું છે સૌમિલ સહ આરોપી ભરત ચાવડા ની મદદથી કેમિકલ ચોરી કરી કાચો માલ ભેગો કર્યો હતો. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે અન્ય આરોપી વિનોદ નિઝામ કેમિસ્ટ શૈલેષ કટારીયા નો સંપર્ક કરાવો આપ્યો હતો. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે મુખ્ય આરોપી સૌમિલ પાઠક અને સલીમ ડોલા એકજ સાથે મુંબઈની જેલમાં હતા ત્યારે એમ.ડી ડ્રગસ બનાવવાનું નક્કી કર્યું હતું સૌમિલ આ તમામ એમડી ડ્રગસનો જથ્થો ફરાર આરોપી જે મુંબઇનો છે સલીમ ને આપવાનો હતો આ અગાઉ બે વખત સૌમિલ મુંબઈમાં ડ્રગસ સપ્લાય કર્યું હતું. આરોપી વિનોદ નિઝામા ફેક્ટરી દેખરેખ કરતો હતો છેલ્લા સવા મહિનાથી આ ફેક્ટરી ચાલુ થઈ હોવાનું સામે આવ્યું છે. અત્યાર સુધીમાં 478 કરોડનું ડ્રગ્સ પકડી પાડવામાં આવ્યું છે પરંતુ સવાલ એ ઉભો થાય છે કે અત્યાર સુધીમાં આ તમામ આરોપીઓ ડ્રગસ બજારમાં કેટલું વહેંચી ચુક્યા છે જો કે આરોપી સૌમિલ અને મોહમદ સફી વિરુદ્ધ નારકોટિક્સ ના ગુનાઓ નોંધાઈ ચુક્યા છે.

Next Story