Connect Gujarat
વડોદરા 

અહીં પ્રવેશતા જ આવશે રોયલ ફિલિંગ, વડોદરામાં આયોજિત ઇવેન્ટમાં વિન્ટેજ કાર તમારૂ મન મોહી લેશે...

લક્ષ્મીવિલાસ પેલેસ ખાતે એશિયાની સૌથી મોટી રોયલ મોટરિંગ ઇવેન્ટમાંની એક 21 ગન સેલ્યુટ કોનકર્સ ડી'એલીગન્સ-2023નું આયોજન કરવામાં આવ્યું છે.

X

વડોદરા શહેરના લક્ષ્મીવિલાસ પેલેસ ખાતે એશિયાની સૌથી મોટી રોયલ મોટરિંગ ઇવેન્ટમાંની એક 21 ગન સેલ્યુટ કોનકર્સ ડી'એલીગન્સ-2023નું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં 200 જેટલી વિન્ટેજ કાર અને 100થી વધુ વિન્ટેજ બાઈકે લોકોનું મન મોહી લીધું છે.

વડોદરા શહેરના લક્ષ્મીવિલાસ પેલેસ ખાતે એશિયાની સૌથી મોટી રોયલ મોટરિંગ ઇવેન્ટમાંની એક 21 ગન સેલ્યુટ કોનકર્સ ડી'એલીગન્સ 2023નું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં 200 જેટલી વિન્ટેજ કાર અને 100થી વધુ વિન્ટેજ બાઈક પ્રદર્શન ખાતે મુકવામાં આવી છે. સમગ્ર આયોજન વિશે માહિતી આપતા વડોદરાના મહારાજા સમર્જિતસિંહ ગાયકવાડે જણાવ્યું હતું કે, આ ઇવેન્ટ વિશ્વ માટે ગુજરાતની ધરોહર અને પ્રવાસન આકર્ષણને જાણવાની તક છે. વડોદરા તેના ઇતિહાસ અને વારસા માટે વિશ્વમાં પોતાનું આગવું સ્થાન ધરાવે છે. સુંદર પરંપરા, સંસ્કૃતિ અને સ્મારકોનું પ્રદર્શન કરીને શહેરમાં પ્રવાસનને વધુ વેગ આપવા માટે કામ કરી રહ્યા છીએ.

21 ગન સેલ્યુટ હેરિટેજ એન્ડ કલ્ચરલ ટ્રસ્ટના ચેરમેન અને ટ્રસ્ટી મદનમોહને જણાવ્યું કે, 21 ગન સેલ્યુટ કોન્કર્સ ડી' એલીગન્સની આ 10 મી આવૃત્તિ છે. આ વર્ષે ઇવેન્ટીની યજમાની લક્ષ્મીવિલાસ પેલેસ કરી રહ્યું છે, ત્યારે નોંધનીય છે કે લક્ષ્મી વિલાસ પેલેસ બંકિંગહામ પેલેસ કરતા ચાર ગણું છે. હેરિટેજના મૂલ્યાંકન માટે આઈસી - જેગ નામની સંસ્થાએ નિયમો બનાવ્યા છે. જેમાં પરફેક્ટ રેસ્ટોરેશનના સો પોઇન્ટ્સ હોય છે. મૂલ્યાંકનમાં તેમાંથી પોઇન્ટસ ક્રમશઃ બાદ કરાય છે. જંજગીમાં પહેલીવાર કારના મૂલ્યાંકનમાં બદલાવો વડોદરાની આ ઇવેન્ટથી આવ્યો છે. જેમાં 30માંથી 10 પોઇન્ટ કારના ઇતિહાસ અને માલિકીના છે. આ વર્ષની નિર્ણાયક પેનલમાં 35 આંતરરાષ્ટ્રીય નિર્ણયકોનો સમાવેશ કરવામાં આવ્યો છે.

Next Story