/connect-gujarat/media/post_banners/fc513cbf9b41cc0b8299db4412907ae8e4d34695c2654864c0369d2e0a7d5976.webp)
સમગ્ર દેશમાં લોકસભાની ચૂંટણીને લઈને તમામ રાજકીય પક્ષોના નેતાઓ અને ઉમેદવાર પોતપોતાના દાવપેચ લગાવી રહ્યા છે. ત્યારે આજરોજ વડોદરાના સુભાનપુરા વિસ્તારમાં આવેલા ઝાંસી કી રાની સર્કલ પાસેના મેદાનમાં ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની જાહેર સભા હતી. આ કાર્યક્રમ પહેલાં જ રૂપાલા મામલે ક્ષત્રિય સમાજ દ્વારા વિરોધ નોંધાવવાની વાત વહેતી થતા પોલીસ દ્વારા ક્ષત્રિય સમાજના કેટલાક આગેવાનને ડિટેઇન કરવામાં આવ્યા હતા. જે બાદ મુખ્યમંત્રી જાહેર સભાને સંબોધીને રવાના થતાની સાથે જ 5થી 7 લોકોએ હોબાળો મચાવ્યો હતો. ‘રૂપાલા હાય હાય’ના નારા લાગતા પોલીસે તાત્કાલિક તમામની અટકાયત કરી સ્ટેશન લઈ ગઈ હતી.