/connect-gujarat/media/media_files/2025/11/26/savli-2025-11-26-20-02-52.jpg)
વડોદરા જિલ્લાના સાવલી તાલુકામાં એક અત્યંત શરમજનક ઘટના સામે આવી છે, જેમાં 50 વર્ષીય આધેડે 16 વર્ષની સગીરા પર વારંવાર દુષ્કર્મ આચરી તેને ગર્ભવતી બનાવી દીધી હતી સગીરાએ બાળકને જન્મ આપ્યા બાદ સમગ્ર મામલો સામે આવ્યો હતો. આ મામલે પોલીસ દ્વારા તાત્કાલિકધોરણે કાર્યવાહી કરવામાં આવી છે. આ કેસમાં પોલીસે આરોપીની ધરપકડ કરી છે.
સાવલી તાલુકાની 16 વર્ષીય સગીરા મજૂરીએ જતી હતી તે સમયગાળા સમયગાળા દરમિયાન, સામંત પુરા ગામના 50 વર્ષીય ઈસમે સગીરાને ફોસલાવીને તેના પર વારંવાર દુષ્કર્મ આચર્યું હતું.