વડોદરા: નવલખી મેદાનમાં આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ યોજાયો, વિદેશી પતંગ રસિયાઓએ લીધો ભાગ

નવલખી મેદાનમાં આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવમાં 12 દેશનાં 38 અને દેશનાં પાંચ રાજ્યના 13 પતંગબાજો સહિત રાજ્યના પતંગબાજોએ ભારે આકર્ષણ જમાવ્યુ..

author-image
By Connect Gujarat Desk
New Update
  • નવલખી મેદાનમાં આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનું આયોજન

  • વન નેશન વન ઇલેક્શનની થીમે આકર્ષણ જમાવ્યુ

  • દેશ વિદેશના પતંગ રસિકોએ લીધો ભાગ

  • 96 પતંગબાજોએ અવનવી પતંગ ઉડાવી

  • રંગબેરંગી પતંગોથી નવલખી મેદાન રંગાયું  

વડોદરા શહેરના નવલખી મેદાનમાં આજે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. વહેલી સવારથી જ પતંગોત્સવનો હિસ્સો બનવા માટે વિદેશોમાંથી રસિયાઓ આવી પહોંચ્યા હતા.તેમજ પતંગ ચગાવવામાં વિદેશી મહેમાનો મશગુલ થયા હતા.અને આકાશ રંગબેરંગી પતંગોથી છવાયું ગયું હતું.

વડોદરા શહેરમાં આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ શહેરના નવલખી મેદાન ખાતે આજે ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. આ પતંગ મહોત્સવમાં 12 દેશનાં 38 અને દેશનાં પાંચ રાજ્યના 13 પતંગબાજો સહિત રાજ્યના પતંગબાજોએ ભારે આકર્ષણ જમાવ્યુ હતું. આ મહોત્સવમાં ખાસ કરીને વન નેશન વન ઇલેક્શન અને વડોદરાના યુવકની દોરી વગરના પતંગે ભારે આકર્ષણ જમાવ્યુ હતું.

આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવને વિધાનસભાના મુખ્ય દંડક બાલકૃષ્ણ શુક્લ દ્વારા ખુલ્લો મુકવામાં આવ્યો હતો. આ પતંગ મહોત્સવમાં જાપાનકોરિયા ઈજીપ્તકોલમ્બિયાફ્રાંસ મોરેશિયસમેક્સિકોફિલિપાઇન્સરોમાનિયા સહિત 12 દેશોના 38 વિદેશી પતંગબાજો સાથે વડોદરાગુજરાત અને દેશના જુદા જુદા રાજ્યના 45 મળી કુલ 96 પતંગબાજોએ ભાગ લીધો હતો. આ પતંગ મહોત્સવમાં અવનવી ડિઝાઇન આકારની રંગબેરંગી અને આકર્ષક પતંગોએ નવલખી મેદાનને રંગી નાખ્યું હતું.

Latest Stories