New Update
ખિલાડીઓ કે ખિલાડી અક્ષયકુમાર બન્યા સંસ્કારીનના મહેમાન
વડોદરાની એક કંપનીના બન્યા છે તેઓ બ્રાન્ડ એમ્બેસેડર
કંપનીના કાર્યક્રમમાં અક્ષયકુમારે આપી પોતાની પ્રતિક્રિયા
આજના યુવાધનને ડ્રગ્સના દુષણથી દૂર રહેવા અપીલ કરી
ડ્રગ્સ વિરોધી 2-3 એડ ફિલ્મ પણ બનાવીશું : અક્ષયકુમાર
ખિલાડીઓ કે ખિલાડી બૉલીવુડ અભિનેતા અક્ષયકુમાર સંસ્કારીનગરી વડોદરાના મહેમાન બન્યા હતા, ત્યારે આજના યુવાધનને ડ્રગ્સના દુષણથી દૂર રહેવા અક્ષયકુમાર અપીલ કરી હતી.
બૉલીવુડ ફિલ્મ અભિનેતા ખિલાડીઓ કે ખિલાડી અક્ષયકુમાર વડોદરાની એક પ્રાઇવેટ કંપનીના બ્રાન્ડ એમ્બેસેડર તરીકે જોડાયા છે, ત્યારે તેઓ સંસ્કારીનગરી વડોદરા આવ્યા હતા. આ પ્રસંગે તેઓએ ડ્રગ્સ વિશે પોતાની પ્રતિક્રિયા આપી જણાવ્યું હતું કે, હાલ દેશમાં ડ્રગ્સ મોટાપાયે યુવાધનને નુકશાન પહોંચાડી રહ્યું છે. તેના ઉપર રોક લગાવવી જ જોઈએ. આગામી દિવસોમાં ડ્રગ્સના દુષણ સામે 2-3 એડ ફિલ્મ કરવા અનહે પણ તેઓએ જણાવ્યું હતું. આ ઉપરાંત તેઓએ ફિટનેસ અંગે પણ સતર્ક રહેવા માટે લોકોને શીખ આપી હતી. તેઓ કંપની ખાતે મુલાકાતે ગયા હતા દરમિયાન કર્મચારીઓ સાથે પણ વાતચીત કરી હતી, અને જ્યાં ત્યાં ગુટખાની પિચકારીઓ ન મારવા માટેની પણ સલાહ આપી હતી.
Latest Stories