પૂરના સંકટ બાદ શહેરને ફરી ધબકતું કરવા ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના વડોદરામાં ધામા...

હર્ષ સંઘવીએ અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લીધી હતી. આ સાથે જ તેઓએ પાલિકા દ્વારા કરવામાં આવતી સફાઇ તથા અન્ય કામગીરીનું નિરીક્ષણ કરી ઝોનલ મિટિંગ યોજી

New Update

શહેરના વિવિધ વિસ્તારોમાંથી પૂરના પાણી ઓસર્યા

પરિસ્થિતિને કંટ્રોલ કરવા ગૃહ રાજ્યમંત્રીના ધામા

ગૃહ રાજ્યમંત્રી દ્વારા અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત

હર્ષ સંઘવીએ પાલિકાની સફાઇ કામગીરીનું નિરીક્ષણ કર્યું

અધિકારીઓ સાથે હર્ષ સંઘવીએ ઝોનલ મિટિંગ યોજી

 વડોદરા શહેરમાં પૂરના પાણી ઓસરતા રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લીધી હતી. આ સાથે જ તેઓએ પાલિકા દ્વારા કરવામાં આવતી સફાઇ તથા અન્ય કામગીરીનું નિરીક્ષણ કરી ઝોનલ મિટિંગ યોજી હતી.

પૂરના સંકટ બાદ વડોદરા શહેરને ફરી ધબકતું કરવા માટે રાજ્યના ગૃહમંત્રી અને વડોદરાના પ્રભારી મંત્રી હર્ષ સંઘવી ગત રાત્રે વડોદરા આવી પહોંચ્યા હતા. મોડીરાતથી વહેલી સવાર સુધી તેઓ અનેક વિસ્તારોમાં ફર્યા હતા. તેઓએ વડોદરાના મધ્યમાંથી પસાર થતી વિશ્વામિત્રી નદીની કાલાઘોડા બ્રિજ પર મુલાકાત લીધી હતી.

ત્યારબાદ શહેરના વિવિધ વિસ્તારોમાં ફરીને પાલિકાની વિવિધ ટીમો દ્વારા કરવામાં આવતી સફાઇ તથા અન્ય કામગીરીનું નિરીક્ષણ કર્યું હતુંઆ સાથે ઝોનલ મિટિંગ લીધી હતી. તેમણે જણાવ્યું હતું કેલોકોએ તકલીફ ભોગવી છેતો તેઓ જરૂરથી કહેશે અને અમારે સાંભળવાનું છે.

ઉલ્લેખનીય છે કેધારાસભ્ય મનીષા વકીલ અને કોર્પોરેટર બંદિશ શાહને લોકોના રોષનો સામનો કરવો પડ્યો હતોઆથી ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી તાબડતોબ પરિસ્થિતિને કંટ્રોલ કરવા વડોદરા દોડી આવ્યા હતા.

#Gujarat Flood #Harsh Sanghvi #HM Harsh Sanghvi #પૂરઅસરગ્રસ્ત #હર્ષ સંઘવી #Vadodara Flood #Floods #Flood News #પૂર અસરગ્રસ્ત વિસ્તારો
Here are a few more articles:
Read the Next Article