વડોદરા: બિચ્છુ ગેંગના સાગરીતોની 2 કરોડથી વધુની મિલકત જપ્ત

વડોદરા શહેરમાં એક સમયે આતંક મચાવતી બિચ્છુ ગેંગના સાગરીતો સામે વડોદરા ક્રાઇમ બ્રાન્ચે ગુજસીટોક હેઠળ કાર્યવાહી કરી કૂલ 26 લોકોની ધરપકડ હતી

New Update

વડોદરા પોલીસની કાર્યવાહી

બિચ્છુ ગેંગના સાગરીતો સામે કાર્યવાહી

2 સાગરીતોની મિલકત ટાંચમાં લેવામાં આવી

રૂપિયા 2 કરોડથી વધુની મિલકત ટાંચમાં લેવાય

ગુજસીટોકના કાયદા હેઠળ કાર્યવાહી

વડોદરા શહેરમાં એક સમયે આતંક મચાવતી બિચ્છુ ગેંગના સાગરીતો સામે વડોદરા ક્રાઇમ બ્રાન્ચે ગુજસીટોક હેઠળ કાર્યવાહી કરી કૂલ 26 લોકોની ધરપકડ હતી. ત્યારે તેઓની ગેરકાયદે વસાવેલી બે કરોડ ઉપરાંતની મિલ્કતો ટાંચમાં લેવામાં આવી છે.

વડોદરા શહેરમાં અસલમ ઉર્ફે બોડીયા હૈદરમીંયા શેખ તેના સાગરીતો સાથે મળી બિચ્છુ ગેંગ બનાવી ઓરજેનાઇઝ્ડ ક્રાઇમને અંજામ આપતા હતા. બિચ્છુ ગેંગ દ્વારા શહેરમાં ધાક જમાવી બળજબરી જમીન, મકાન મિલકત પચાવી પાડવા તેમજ ધાક ધમકીથી રૂપિયા પડાવી લેવા સહિત હત્યા, હત્યાના કોશિષ, અપહરણ, લુંટ, ધાડ, છેતરપીંડી, વિશ્વાઘાત જવા ગંભીર પ્રકારના ગુનાઓને અંજામ આપી ભયનું વાતાવરણ ઉભુ કરી છેલ્લા ઘમા સમયથી જુદા જુદા ગુનાઓ આચરી અનેક ગુનાઓમાં સંડોવાયેલા હોય અને આ ગેંગના ગુના આચરતી ટોળકીના સાગરીતો વિરૂધ્ધમાં ગુનાઓ દાખલ કરવામાં આવ્યાં છે.છેલ્લા 10 વર્ષમાં બિચ્છુ ગેંગ દ્વારા ગુનાઓને અંજામ આપવાનુ ચાલુ રહેતા, વડોદરા ક્રાઇમ બ્રાન્ચ દ્વારા આ ગેંગના અસલમ બોડીયા, મુન્ના તરબૂચ સહિત અન્ય સાગરીતો સામે ગુજરાત આંતકવાદ અને સંગઠિત ગુના નિયંત્રણ અધિનિય, 2015 (GCTOC) હેઠળ ગુના નોંધવામાં આવ્યો હતો. વડોદરા ક્રાઇમ બ્રાન્ચ દ્વારા બિચ્છુ ગેંગના માથાભારે અસલમ ઉર્ફે બોડીયો હૈદરમયા શેખ અને મહમદહુસૈન ઉર્ફે મુન્નો ઉર્ફે તરબુચ જાકીરહુસૈન શેખ સહિત કૂલ 26 આરોપીઓની ધરપકડ કરી હતી અને હાલ અસલમ બોડીયો જેલવાસ ભોગવી રહ્યો છે.તેવામાં ગુજસીટોકના કાયદા હેઠળ પોલીસ દ્વારા  બન્ને ગુનેગારોએ ગુનાઓને અંજામ આપી વસાવેલી મિલકતો અંગે તપાસ કરતા અસલમ બોડીયા અને મુન્ના તરબૂચની ગેરકાયદે વસાવેલી રૂપિયા બે કરોડ ઉપરાંતની મિલકતો ટાંચમાં લેવામાં આવી છે.
Read the Next Article

વડોદરાની સ્કૂલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીથી દોડધામ, પોલીસ અને બોમ્બ-સ્ક્વોડે શરૂ કરી તપાસ

બ્લાસ્ટની ધમકી મળતા વાલીઓ ફફડાટ વ્યાપી જવા પામ્યો હતો. હાલમાં સ્કૂલમાં સઘન ચેકિંગ અને સર્ચ ઓપરેશન શરૂ કરી દેવામાં આવ્યું છે.

New Update
bomb

વડોદરાની સિગ્નસ સ્કૂલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતાં તંત્રમાં દોડધામ મચી ગઇ હતી.

બોમ્બ સ્ક્વોડ,ડોગ સ્ક્વોડ અને ઉચ્ચ પોલીસ અધિકારીઓ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. બ્લાસ્ટની ધમકી મળતા વાલીઓ ફફડાટ વ્યાપી જવા પામ્યો હતો. હાલમાં સ્કૂલમાં સઘન ચેકિંગ અને સર્ચ ઓપરેશન શરૂ કરી દેવામાં આવ્યું છે.

વડોદરાના હરણી વિસ્તારમાં આવેલી સિગ્નસ સ્કૂલને ધમકીભર્યો ઇમેલ મળ્યો હતો. જેમાં આરડીએક્સ વડે બ્લાસ્ટ કરી ઉડાવી દેવાની ધમકી મળતાં તંત્રમાં દોડધામ મચી જવા પામી છે. ધમકીના પગલે પોલીસ તંત્રના ઉચ્ચ અધિકારીઓ,બોમ્બ સ્ક્વોડ,ડોગ સ્ક્વોડ સહિતની ટીમો ઘટનાસ્થળે પહોંચી ગઇ છે. આ અગાઉ બે અઠવાડિયામાં ત્રણ અલગ-અલગ સ્કૂલો આ પ્રકારની ધમકીઓ મળી ચૂકી છે. જેથી સુરક્ષા એજન્સીઓ એલર્ટ થઇ ગઇ છે.અને તપાસ શરૂ કરી છે.