જિંદગી ડૂબાડતી બેદરકારી: વડોદરા તળાવ દુર્ઘટના બાદ મુખ્યમંત્રી અને પ્રધાનમંત્રી મોદીએ પણ દુઃખ વ્યક કરી સહાયની કરી જાહેરાત

New Update
જિંદગી ડૂબાડતી બેદરકારી: વડોદરા તળાવ દુર્ઘટના બાદ મુખ્યમંત્રી અને પ્રધાનમંત્રી મોદીએ પણ દુઃખ વ્યક કરી સહાયની કરી જાહેરાત

શહેરના હરણી તળાવમાં પ્રવાસમાં આવેલા સનરાઇઝ સ્કૂલના વિદ્યાર્થીઓની બોટ પલટી ગઈ હતી. આ બોટમાં સવાર વિદ્યાર્થીઓ ડૂબી ગયા હતા. આ બોટમાં 23 જેટેલા બાળકો સવાર હતા. આ કરુણ ઘટનામાં કુલ 14 લોકોના મોત થયા છે. જેમાં 13 બાળકો અને બે શિક્ષકોનો સમાવેશ છે.

Advertisment

આ ઘટનાને લઈને સમગ્ર વડોદરા સહિત ગુજરાતમાં દુ:ખની લાગણી ફેલાઈ ગઈ છે. આ ઘટનાના પડઘા ગાંધીનગર સુધી પડ્યા છે. જેને લઈને ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ ટ્વિટ કરીને સંવેદના વ્યક્ત કરી હતી. ત્યારે હવે આ ઘટના પર પીએમઓ તરફથી એક ટ્વિટ કરવામાં આવ્યું છે.



વડોદરામાં બનેલી આ દુર્ઘટના પર પીએમઓ તરફથી પણ ટ્વિટ કરવામાં આવ્યું છે. જેમાં લખ્યું છે કે, વડોદરાના હરણી તળાવમાં હોડી પલટવાથી થયેલી જાનહાનિથી વ્યથિત છું. દુખની આ ઘડીમાં મારી સંવેદનાઓ શોક સંતપ્ત પરિવારો સાથે છે. ઘાયલોને શીધ્ર સ્વસ્થ થાય. સ્થાનિક પ્રશાસન પ્રભાવિત લોકોને દરેક સંભવ મદદ આપી રહ્યા છે. તેમની સાથે જ પીએમઓ તરફથી જાહેરાત કરવામાં આવી છે કે, દરેક મૃતકના પરિવારજનને 2 લાખ રૂપિયા અને ઘાયલોને 50,000 ની આર્થિક સહાય કરવામાં આવશે.


Advertisment



Advertisment
Read the Next Article

વડોદરા : આશાવર્કર બહેન પર દુષ્કર્મનો પ્રયાસ, યુવકે સરકારી આરોગ્ય કેન્દ્રમાં જ યુવતી પર હુમલો

વડોદરા સાવલીમાં ધોળે દહાડે યુવક સરકારી દવાખાનામાં ઘુસી જઈને યુવતી પર મરચાની ભૂકી નાખીને હુમલો કર્યો હતો ,અને કપડા ફાડી નાખી દુષ્કૃત્યનો પ્રયાસ કર્યો

New Update
  • આશાવર્કર બહેન પર દુષ્કર્મનો પ્રયાસ

  • સરકારી આરોગ્ય કેન્દ્રમાં બની ઘટના

  • ભાજપના મહિલા હોદ્દેદારના પુત્રી સાથે બની ઘટના

  • આંખમાં ભૂકી નાખી આશાવર્કર બહેન સાથે દુષ્કર્મનો પ્રયાસ

  • સાવલી પોલીસે ફરિયાદ દર્જ કરીને તપાસ કરી શરૂ 

Advertisment

વડોદરામાં આશાવર્કર બહેન પર એક નરાધમ યુવક દ્વારા હુમલો કરવામાં આવ્યો હોવાની ઘટનાએ ચકચાર જગાવી છે. યુવક સરકારી દવાખાનામાં ઘુસી જઈને યુવતી પર મરચાની ભૂકી નાખીને હુમલો કર્યો હતો ,અને કપડા ફાડી નાખી દુષ્કૃત્યનો પ્રયાસ કર્યો હતો.ઘટના અંગે પોલીસ દ્વારા વધુ તપાસ શરૂ કરવામાં આવી છે.

વડોદરા જિલ્લાના સાવલીમાં ધોળે દહાડે સરકારી દવાખાનામાં ઘૂસીને આશા વર્કર બહેન સાથે દુષ્કર્મનો પ્રયાસ આચરવામાં આવ્યો હતો.પીડિતા આશા વર્કર બહેને આરોપ લગાવ્યો હતો કે આરોપી તેમનો પરિચિત છે અને તેમને દુશ્મન ગણે છે. તે વારંવાર આ પ્રકારની હરકતો કરી રહ્યો છે. આરોપી પાનના ગલ્લાની આડમાં બે નંબરી ધંધો ચલાવતો હોવાનો પીડિતાએ આક્ષેપ પણ કર્યો હતો.

સરકારી આરોગ્ય કેન્દ્રમાં ઘૂસીને મહિલાને માર મારીને તેના પર દુષ્કર્મ આચરવાનો પ્રયાસ કરવાનો યુવક પર ગંભીર આરોપ લગાવવામાં આવ્યો છે. આ ઘટનાને પગલે પંથકમાં ભારે ખળભળાટ મચી જવા પામ્યો છે.આ ઘટનામાં પીડિતાને ઈજાઓ પહોંચતા સયાજી હોસ્પિટલમાં સારવાર કરવામાં આવી હતી. પીડિતા ભાજપની મહિલા કાર્યકર્તાની દીકરી હોવાનું જાણવા મળ્યું છે.હાલ પોલીસે પીડિતાની ફરિયાદને આધારે સાવલી પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.

Advertisment