વડોદરા: સાવલીના કરડ નદી પરનો નવનિર્મિત બ્રિજ ઉદ્ઘાટન પહેલા જ ક્ષતિગ્રસ્ત થયો

વડોદરાના સાવલી ડેસર તાલુકાના ઉદલપુર થી સાવલી ને જોડતો 30 કિ.મી રોડ ઉપર કરડ નદી પર બનેલો નવ નિર્મિત બ્રિજ ઉદ્ઘાટન પૂર્વે જ ક્ષતિગ્રસ્ત થઈ ગયો છે.

New Update

વડોદરાના સાવલી ડેસર તાલુકાના ઉદલપુર થી સાવલી ને જોડતો 30 કિ.મી રોડ ઉપર કરડ નદી પર બનેલો નવ નિર્મિત બ્રિજ ઉદ્ઘાટન પૂર્વે જ ક્ષતિગ્રસ્ત થઈ ગયો છે. જેના કારણે સ્થાનિક લોકોએ  તંત્ર સામે ભ્રષ્ટાચારના આક્ષેપ કર્યા હતા.

ધારાસભ્ય કેતન ઇનામદારે મુખ્યમંત્રીને પત્ર લખ્યો

વડોદરાના સાવલી ડેસર તાલુકાના ઉદલપુર થી સાવલી ને જોડતો  જૂનો બ્રિજ જર્જરિત થતાં તાત્કાલિક નવો બ્રિજ વાહન વ્યવહાર માટે  ખુલ્લો મુકવામાં આવ્યો હતો.જોકે નવ નિર્મિત બ્રિજ ઉદ્ઘાટન પૂર્વે  વાહન ચાલકો માટે ખુલ્લો મુકવામાં આવતા જ તંત્રની પોલ ખુલી ગઈ હતી. 24 કરોડના ખર્ચે બનેલા બ્રિજ પર તિરાડો અને ખાડા પડી જતા વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.સાવલીના ધારાસભ્ય કેતન ઇનામદારે ઘટના અંગે મુખ્યમંત્રીને પત્ર લખીને જવાબદાર અધિકારીઓ અને કોન્ટ્રાક્ટર સામે જરૂરી પગલાં લેવા માટેની માંગ કરી છે.

Latest Stories