Connect Gujarat
વડોદરા 

હવે નકલી CBI ઓફિસર પણ ઝડપાયો, વડોદરાના યુવકને કર્યો હતો ન્યુડ વિડિયો કોલ..!

વડોદરાના યુવકને ફેસબુક ઉપર મહિલાની ફ્રેન્ડ રિક્વેસ્ટ મોકલી ન્યુડ કોલિંગ બાદ રૂ. 3.33 લાખ પડાવનાર તેમજ પોતાની નકલી CBI ઓફિસર તરીકે ઓળખાણ આપનાર 2 શખ્સોની સાઇબર ક્રાઇમે રાજસ્થાનથી ધરપકડ કરી છે.

X

વડોદરાના યુવકને ફેસબુક ઉપર મહિલાની ફ્રેન્ડ રિક્વેસ્ટ મોકલી ન્યુડ કોલિંગ બાદ રૂ. 3.33 લાખ પડાવનાર તેમજ પોતાની નકલી CBI ઓફિસર તરીકે ઓળખાણ આપનાર 2 શખ્સોની સાઇબર ક્રાઇમે રાજસ્થાનથી ધરપકડ કરી છે.

તાજેતરમાં વડોદરાના યુવકે ફેસબુક ઉપર મહિલાની ફ્રેન્ડ રિક્વેસ્ટ એક્સેપ્ટ કર્યા બાદ વિડિયો કોલ થકી સ્ક્રીન રેકોર્ડિંગ કરી યુવક પાસેથી ભેજાબાજોએ રૂ. 3.33 લાખ પડાવ્યા હતા. ઉપરાંત CBI ઓફિસર તરીકે પોતાની ખોટી ઓળખ આપી ખોટા કેસમાં ફસાવવાની પણ ધમકી આપી વધુ રૂપિયાની માંગણી કરવામાં આવી હતી. જેની તપાસ ચલાવી રહેલ સાયબર ક્રાઇમ પોલીસે રાજસ્થાનથી 2 શખ્સોની ધરપકડ કરી છે. જેમાં આ બન્ને શખ્સો એકબીજાના ભાઈ તરીકે સાજીદ ખાન અને માજીદ ખાન હોવાનું સામે આવ્યું છે. હાલ પોલીસે આરોપીઓના 5 દિવસના રિમાન્ડ મેળવી ગુનાની વધુ તપાસ હાથ ધરી છે. અત્રે નોંધનીય છે કે, આરોપીઓએ ન્યુડ વિડિયો કોલિંગ અંગે ટ્રેનિંગ લીધા બાદ મહિલાઓના નામનું ડમી ફેસબુક એકાઉન્ટ બનાવી ચેટ કરતા હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે.

Next Story