વડોદરા: અક્ષય પાત્ર ફાઉન્ડેશનના કર્મચારીઓને નોકરીમાંથી છૂટા કરવામાં આવતા વિરોધ પ્રદર્શન

અક્ષયપાત્ર ફાઉન્ડેશનના કર્મચારીઓ છેલ્લા કેટલાય દિવસથી પોતાની લડત આપી રહ્યાં છે.આજરોજ તેઓ દ્વારા કલેક્ટર કચેરીની બહાર ધરણા પ્રદર્શન યોજવામાં આવ્યું

New Update
  • અક્ષય પાત્ર ફાઉન્ડેશનના કર્મચારીઓનું વિરોધ પ્રદર્શન 

  • સરકારી કચેરીઓમાં કરતા હતા કામ 

  • કોન્ટ્રાકટ હેઠળ કામ કરતા કર્મચારીઓને નોકરીમાંથી કર્યા છુટા 

  • કર્મચારીઓએ ધારણા પ્રદર્શન કરી નોકરીની કરી માંગ 

  • કમર્ચારીઓએ કલેક્ટરને પાઠવ્યું આવેદનપત્ર 

વડોદરા ખાતે ધ અક્ષય પાત્ર ફાઉન્ડેશનના કર્મચારીઓ સરકારી કચેરીમાં નોકરી કરતા હતા,પરંતુ તેમને નોકરીમાંથી છૂટા કરવામાં આવતા કર્મચારીઓએ ધરણા પર બેસીને વિરોધ પ્રદર્શન કર્યું હતું.  

વડોદરા ખાતે ધ અક્ષય પાત્ર ફાઉન્ડેશનના કર્મચારીઓને સરકારી કચેરીઓમાં નોકરી આપવામાં આવી હતી,પરંતુ કોઇ કારણોસર આ કર્મચારીઓને છૂટા કરી દેવામાં આવ્યા છે. કોન્ટ્રાકટ હેઠળ ફરજ બજાવતા કર્મચારીઓ દ્વારા પરત લેવાની માંગ સાથે ધરણા કરવામાં આવી રહ્યા છે.

અક્ષયપાત્ર ફાઉન્ડેશનના કર્મચારીઓ છેલ્લા કેટલાય દિવસથી પોતાની લડત આપી રહ્યાં છે.આજરોજ તેઓ દ્વારા કલેક્ટર કચેરીની બહાર ધરણા કાર્યક્રમ આપવામાં આવ્યો હતો અને ત્યારબાદ કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું.તેઓની માંગણી છે કે તેઓને નિયમિત પગાર આપવામાં આવે અને ફરજ પર પરત લેવામાં આવે. 

Latest Stories