Connect Gujarat
વડોદરા 

વડોદરામાં બિહાર જેવા દ્રશ્યો : ચપ્પુની અણીએ શાકભાજીના વેપારીઓને લૂંટનાર શખ્સની ધરપકડ...

વડોદરા શહેરમાં 2 શખ્સો શાકભાજીના વેપારીઓ પાસેથી તેમના વેપારના ભેગા થયેલા રૂપિયાની ચપ્પુની અણીએ લૂંટ ચલાવતા હોવાનો હતા

X

વડોદરા શહેરમાં 2 શખ્સો શાકભાજીના વેપારીઓ પાસેથી તેમના વેપારના ભેગા થયેલા રૂપિયાની ચપ્પુની અણીએ લૂંટ ચલાવતા હોવાનો હતા, ત્યારે બાપોદ પોલીસે ગણતરીના કલાકોમાં એક આરોપીની ધરપકડ કરી છે, જ્યારે અન્ય આરોપીની શોધખોળ શરૂ કરી છે.

મૂળ ઉત્તરપ્રદેશના અને હાલ વડોદરાના આજવા રોડ પર આવેલ સવિતાપાર્ક સોસાયટીમાં રહેતા નિર્ભાનસિંહ જયસિંહ પાલએ બાપોદ પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે, હું આજવા રોડ પર આવેલ નવજીવન બસ સ્ટેન્ડ પાસે હનુમાનજી મંદિર આગળ છેલ્લા 5 વર્ષથી ફ્રુટની લારી રાખીને વેપાર કરું છું. હું મારી ફ્રુટની લારી સવારે 10 વાગ્યે લગાવુ છું, અને રાત્રે 10 વાગ્યે લારી બંધ કરી લારી લઈ ઘરે જતો રહું છું. ગત. તા. 8 ડિસેમ્બરના રોજ સવારના આશરે 10 વાગ્યે મેં મારી ફ્રુટની લારી હનુમાનજી મંદિર પાસે લગાવીને વેપાર કરતો હતો. તે વખતે બપોરના આશરે 12 વાગ્યાની આસપાસ સુફિયાન સૈયદ અને જાફર ઘાંચી મોપેડ લઈને આવ્યા હતા, અને મારી લારી પાસે આવીને સુફિયાને મોટુ ચપ્પુ કાઢ્યું હતું, અને બન્નેએ મને કહ્યું હતુ કે, પૈસા લાવ નહીં, તો ચપ્પુ મારી દઇશ. જોકે, મેં પૈસા ન આપતા તેણે બળજબરીથી મારા પેન્ટના અને શર્ટના ખિસ્સામાંથી 1200 રૂપિયા લઇ લીધા હતા. આ સાથે જ બન્નેએ ધમકી આપી હતી કે, જો પોલીસમાં ફરિયાદ કરી તો જાનથી મારી નાખીશ, અને સુફિયાન સૈયદ અને જાફર ઘાંચી થોડીવાર પહેલા અંબર કોમ્પ્લેક્ષની આગળ બાદામ જયપ્રકાશ પાલની ફ્રુટની લારીએ પણ ગયા હતા, અને બાદામ પાલને પણ ચપ્પુ બતાવી બળજબરીથી 1 હજાર રૂપીયા લઈ લીધા હતા. તે વખતે બાદામ પાલે બુમાબુમ કરી હતી, અને છેલ્લા 15 દિવસથી આ સુફિયાન સૈયદ અને જાફર ઘાંચીએ નવજીવન બસ સ્ટેન્ડથી મહાવીર હોલ ચાર રસ્તા સુધીના લારીઓવાળાઓ પાસેથી પૈસા પડાવ્યા હતા, ત્યારે બાપોદ પોલીસે ગણતરીના કલાકોમાં જ આરોપી સુફીયાન મંહમદ હુસૈન સૈયદની ધરપકડ કરી છે, જ્યારે અન્ય આરોપીની શોધખોળ શરૂ કરી છે.

Next Story