વડોદરા : નવા યાર્ડ વિસ્તારમાંથી SOG પોલીસે 100 કિલોથી વધુ શંકાસ્પદ ગૌમાંસનો જથ્થો જપ્ત કર્યો..!

વડોદરા શહેરના નવા યાર્ડ વિસ્તારમાં SOG પોલીસે દરોડા પાડી શંકાસ્પદ ગૌમાંસનો જથ્થો જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

New Update

વડોદરા શહેરના નવા યાર્ડ વિસ્તારમાં SOG પોલીસે દરોડા પાડી શંકાસ્પદ ગૌમાંસનો જથ્થો જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

વડોદરા શહેરમાં SOG પોલીસને મોટી સફળતા સાંપડી છે. શહેરના નવા યાર્ડ વિસ્તારમાં SOG પોલીસ દ્વારા બાતમીના આધારે દરોડા પાડવામાં આવ્યા હતા. પ્રાણી ક્રૂરતા નિવારણ સંસ્થાના સભ્યોને સાથે રાખી પાડવામાં આવેલા દરોડા દરમ્યાન SOG પોલીસને સ્થળ પરથી 100 કિલોથી વધુ શંકાસ્પદ ગૌમાંસનો જથ્થો મળી આવ્યો હતો. બનાવના પગલે FSLની ટીમ પણ ઘટના સ્થળે દોડી આવી હતીજ્યાં FSLની ટીમ દ્વારા શંકાસ્પદ ગૌમાંસના સેમ્પલ મેળવી પૃથ્થકરણ અર્થે લેબમાં મોકલવામાં આવ્યા હતા. જોકેહવે FSLનો રિપોર્ટ આવ્યા બાદ SOG પોલીસ દ્વારા આગળની કાર્યવાહી કરવામાં આવશે.

 

Latest Stories