/connect-gujarat/media/post_banners/01650ea78da1d49caa255fb2f3a2d9a9d635d5e52bc9b6ceef64ed3db97ade49.webp)
સુરત શહેરના ડિંડોલી વિસ્તારમાં આવેલ એક ફ્લેટના ત્રીજા માળેથી નીચે પટકાતાં મહિલાનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું. સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ હતી.
મળતી માહિતી અનુસાર, સુરત શહેરના ડિંડોલી વિસ્તારમાં આવેલા ઉમિયા ફ્લેટના ત્રીજા માળેથી એક મહિલા અચાનક નીચે પટકાઈ છે. અંદાજે 40 વર્ષની મહિલા ભારતી પટેલ બાલ્કનીમાંથી નીચે પટકાતાં તેમનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું. સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે. પોલીસે અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. ડિંડોલી પોલીસ તપાસમાં પરિવાર દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, વહેલી સવારે ભારતી પટેલ ફ્લેટમાં બાલ્કનીમાં સાફ-સફાઈ કરતાં હતા. આ દરમ્યાન બહારની તરફ સાફ-સફાઈ કરતી વેળા અચાનક સંતુલન ગુમાવતાં તેઓ ત્રીજા માળેથી નીચે પટકાયાં હતાં. અત્રે ઉલ્લેખનીય છે કે, ગેલરીમાં સાફ-સફાઈ કરતી મહિલાઓ માટે આ ચેતવા જેવો કિસ્સો છે.