Connect Gujarat
વડોદરા 

સુરત : વિશ્વાસથી વિકાસ યાત્રાના જિલ્લા કક્ષાના સમારોહમાં રાજ્યમંત્રીએ વિકાસ કાર્યોના લોકાર્પણ-ખાતમુહૂર્ત કર્યા

છેલ્લા 2 દાયકામાં ગુજરાતે ભરેલી વિકાસની હરણફાળને જન-જન સુધી પહોચાડવા બે દિવસીય ‘વિશ્વાસથી વિકાસ યાત્રા’ના ભાગરૂપે રાજ્યમંત્રી પૂર્ણેશ મોદીના અધ્યક્ષસ્થાને સુરતના વેસું ખાતે જિલ્લા કક્ષાના સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું.

X

છેલ્લા 2 દાયકામાં ગુજરાતે ભરેલી વિકાસની હરણફાળને જન-જન સુધી પહોચાડવા બે દિવસીય 'વિશ્વાસથી વિકાસ યાત્રા'ના ભાગરૂપે રાજ્યમંત્રી પૂર્ણેશ મોદીના અધ્યક્ષસ્થાને સુરતના વેસું ખાતે જિલ્લા કક્ષાના સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું.

સુરત શહેરના વેસુ વિસ્તારમાં આવેલ વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી ખાતે માર્ગ, વાહનવ્યવહાર અને ઉડ્ડયન મંત્રી પૂર્ણેશ મોદીના અધ્યક્ષસ્થાને જિલ્લા કક્ષાનો 'વિશ્વાસથી વિકાસ યાત્રા' સમારોહ યોજાતો હતો. સુરત શહેરી કક્ષાના આ કાર્યક્રમમાં રાજ્યમંત્રીના હસ્તે રૂ. ૧૭૪ કરોડના કુલ ૩૯ વિકાસકામોનું લોકાર્પણ-ખાતમુહૂર્ત કરાયું હતું. જે પૈકી રૂ. ૬૨.૪૦ કરોડના ખર્ચે ૨૦ કામોનું ખાતમુહૂર્ત અને રૂ. ૧૧૨.૩૮ કરોડના ૧૯ કામોનું લોકાર્પણનો સમાવેશ થાય છે. આ પ્રસંગે મંત્રી પૂર્ણેશ મોદીએ જણાવ્યું હતું કે, રાજ્યના છેવાડાના વિસ્તારોને તમામ સુવિદ્યા પુરી પાડી સર્વાંગી વિકાસ કરવા રાજ્ય સરકાર પ્રતિબદ્ધ છે. ગુજરાતમાં છેલ્લા 2 દાયકામાં વિકાસના કામો, સરકારી સેવાઓ અને યોજનાકીય લાભો જનજન સુધી પહોંચ્યા છે.

રાજ્યની વિકાસની યાત્રાને જનતાના વિશ્વાસથી આગળ ધપાવવાનું કાર્ય સરકાર નિષ્ઠાપૂર્વક કરી રહી છે. 'સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ અને સૌના પ્રયાસ'ના મંત્રને અનુસરી રાજ્ય સરકાર વિકાસોત્સવ ઉજવી રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની ડબલ એન્જિન સરકારની આગેવાની હેઠળ રાજ્ય સરકાર દ્વારા પ્રજાલક્ષી-લોકોપ્રયોગી કાર્યોને ઝડપથી પ્રમાણિકપણે પુરા કરવામાં આવી રહ્યા છે. વિશ્વાસથી વિકાસ યાત્રાનો કાર્યક્રમ રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં ગાંધીનગર ખાતે યોજાયો હતો, જેમાં દેશના ગૃહમંત્રી અમિત શાહ દિલ્લીથી ઓનલાઈન જોડાયા હતા. સુરત ખાતે યોજાયેલ કાર્યક્રમમાં મેયર હેમાલી બોઘાવાલા, જિલ્લા પંચાયત પ્રમુખ ભાવેશ પટેલ, ધારાસભ્ય ઈશ્વર પરમાર, કલેકટર આયુષ ઓક, જિલ્લા વિકાસ અધિકારી ડી.એસ.ગઢવી સહિત સંગઠનના અગ્રણીઓ, અધિકારીઓ અને મોટી સંખ્યામાં શહેરીજનો ઉપસ્થિત રહ્યા હતા.

Next Story