Connect Gujarat
વડોદરા 

સુરત : મ.ન.પાની શાળામાં વિદ્યાર્થીઓ માટે મોટિવેશનલ સેમિનાર યોજાયો, શૈક્ષણિક અને સામાજિક ક્ષેત્રે માર્ગદર્શન અપાયું

આમ તો ખાનગી શાળાઓમાં મોટીવેશનલ સેમિનારનું આયોજન મસમોટી ફી આપીને સંચાલકો રાખતા હોય છે

X

સુરત મહાનગરપાલિકાની શાળામાં વિદ્યાર્થીઓ માટે મોટિવેશનલ સેમિનાર યોજવામાં આવ્યો હતો વિદ્યાર્થીઓના વાલી સહિત સ્થાનિક નગરસેવક અને શિક્ષણ ગણ મોટી સંખ્યામાં જોડાયા હતા

આમ તો ખાનગી શાળાઓમાં મોટીવેશનલ સેમિનારનું આયોજન મસમોટી ફી આપીને સંચાલકો રાખતા હોય છે પરંતુ જ્યારે સરકારી શાળામાં આવી રીતના મોટીવેશનના સેમિનારનું આયોજન ભાગ્યે થતું હોય છે ત્યારે સુરત શહેરના પાંડેસરા વિસ્તારમાં આવેલ નાગસેન નગર ખાતે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની દામોદર હરીચા પેપર શાળા ક્રમાંક 222માં વિદ્યાર્થીઓને શૈક્ષણિક અને સામાજિક ક્ષેત્રે માર્ગદર્શન મળી રહે તે હેતુથી મોટીવેશનલ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં જાણીતા મોટીવેશનલ સ્પીકર અને સ્કૂલ ઓફ સ્કીલ્સ સંસ્થાપક સાગર પાટીલે નિશુલ્ક શૈક્ષણિક, સામાજિક,વ્યસનમુક્તિ અને કન્યા કેળવણી તેમજ વાલીઓને બાળકોના શૈક્ષણિક ક્ષેત્રે લગતા પ્રશ્નો અંગે માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. આ સેમિનારમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અને વાલીઓ સહિત શિક્ષકો અને સ્થાનિક નગર સેવકો જોડાયા હતા.

Next Story