Connect Gujarat
વડોદરા 

સુરત: પલસાણામાં વધુ એક બાળકી પર દુષ્કર્મની ઘટના,પોલીસે નરાધમ આરોપીની કરી ધરપકડ

સુરતના પલસાણા વિસ્તારમાં પડાવમામાં બાપ સાથે સુતેલી બાળકીને નરાધમ શેરડી ખેતરમાં ઊંચકી તેની દુષ્કર્મ આચર્યું હતું.

X

સુરતના પલસાણા વિસ્તારમાં પડાવમામાં બાપ સાથે સુતેલી બાળકીને નરાધમ શેરડી ખેતરમાં ઊંચકી તેની દુષ્કર્મ આચર્યું હતું.પોલીસે ગણતરીના કલાકોમાં દુષ્કર્મના આરોપીને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે

સુરત જિલ્લામાં વધુ એક બાળકી સાથે દુષ્કર્મની ઘટના સામે આવી છે. રાત્રી દરમ્યાન એક બાળકી પલસાણા નજીક હાઇવે માર્ગ પરથી રડતી હાલતમાં મળી આવે છે અને ત્યાંથી પસાર થતો એક યુવક તેની પૂછપરછ કરે તેના માતા પિતા સુધી પહોંચાડે છે. માતા પિતા પાસે પહોંચેલ બાળકીને જોઈ તેઓ પણ ચોંકી ઉઠી અચંબિત થઈ જાય છે અને તેની પૂછપરછ કરવામાં આવે છે. તેની પૂછપરછ કરતા બાળકી સાથે દુષ્કર્મ થયું હોવાનું જાણતા પલસાણા પોલીસ મથકે પહોંછે છે. અને પોલીસ ઘટનાની ગંભીરતા સમજી સ્થળ પર પહોંચી તપાસ નો ધમધમાટ શરૂ કર્યો હતો. સુરત જિલ્લા એલ.સી.બી અને સ્થાનિક પોલીસે સંયુક્ત રીતે અલગ અલગ ટિમ બનાવી નરાધમનું પગેરું શોધી કાઢવા ચક્રોગતિમાન કર્યા હતા. બાળકી પોલીસ સમક્ષ સમગ્ર કેફિયત રજૂ કરતા પોલીસે તે દિશામાં તપાસ હાથ ધરી હતી. પલસાણા નજીક હાઇવે પર બાજુમાં આવેલ શેરડીના ખેતરમાં લઈ જઈ દુષ્કર્મ આચર્યું તે સ્થળે પહોંચી આસપાસના વિસ્તારમાં હ્યુમન ઇન્ટેલિજન્સ તેમજ ટેક્નિલકલ સર્વેલન્સની મદદથી ઝીણવટ ભરી તપાસ હાથધરી હતી અને પોલીસને નજીકમાં એક સી.સી.ટી.વી ફૂટેજ હાથ લાગ્યા હતા.ઘટના સ્થળ પરથી એક શંકાસ્પદ ઇસમ પસાર થતો દેખાય છે. તેજ આધારે પોલીસે ગણતરીના કલાકોમાં સીસીટીવી ફૂટેજ માં દેખાતા ઇસમમે ઝડપી પાડ્યો હતો

Next Story