વડોદરાથી એકતાનગરની મુલાકાતે પહોચ્યા ભૂતાનના રાજા તથા પ્રધાનમંત્રી, વિકાસ પ્રકલ્પો નિહાળી અભિભૂત થયા

ભૂતાનના રાજા તથા પ્રધાનમંત્રી આજરોજ ગુજરાતની મુલાકાતે આવી પહોચ્યા હતા. વિદેશી મહાનુભાવો વડોદરા થઇ નર્મદા જિલ્લાના એકતાનગરની મુલાકાતે આવી પહોચ્યા હતા.

New Update

ભૂતાનના રાજા તથા પ્રધાનમંત્રી આજરોજ ગુજરાતની મુલાકાતે આવી પહોચ્યા હતા. વિદેશી મહાનુભાવો વડોદરા થઇ નર્મદા જિલ્લાના એકતાનગરની મુલાકાતે આવી પહોચ્યા હતા.

ભૂતાનના રાજા જિગમે ખેસર નામગ્યેલ વાંગચૂક તથા પ્રધાનમંત્રી શેરિંગ તોબગે આજરોજ વડોદરા થઇ નર્મદા જિલ્લાના એકતાનગરની મુલાકાત લેવા માટે રવાના થયા હતા. પૂર્વ નિર્ધારિત કાર્યક્રમ અનુસાર બન્ને મહાનુભાવો વડોદરા એરપોર્ટ ખાતે લેન્ડ થયા હતાજ્યાં ભારત સરકારના પ્રતિનિધિઓ દ્વારા તેમનું ઉષ્માભેર સ્વાગત કરવામાં આવ્યું હતું. ત્યાર બાદ ભૂતાનના રાજા તથા પ્રધાનમંત્રી આજરોજ એકતાનગરની મુલાકાત લેવા આવી પહોચ્યા હતા. એકતાનગર ખાતે સ્ટેચ્યું ઓફ યુનિટીટેન્ટ સિટીસરદાર સરોવર ડેમ સહિતના વિકાસ પ્રકલ્પો નિહાળી બન્ને વિદેશી મહાનુભાવો ખૂબ અભિભૂત થયા હતા. ભૂતાનના રાજા અને પ્રધાનમંત્રીની આ યાત્રા દરમિયાન રાજ્યમંત્રી જગદીશ વિશ્વકર્મા પણ તેમની સાથે જોડાયા હતા. વિદેશી મહાનુભાવોની મુલાકાતને ધ્યાનમાં રાખીને વડોદરા અને નર્મદા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સુચારૂ વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી.

#Gujarat #CGNews #Vadodara #Prime Minister #Bhutan #Visit #King
Here are a few more articles:
Read the Next Article