વડોદરામાં સંકલ્પ દિવસ નિમિત્તે મુલાકાત લેતા કેન્દ્રીય રાજ્યકક્ષાના મંત્રી રામદાસ આઠવલે

ભારત સરકારના સામાજિક ન્યાય અને અધિકારિતા રાજ્ય મંત્રી રામદાસ આઠવલે આજે વડોદરાની મુલાકાતે આવ્યા હતા. તેમની આ મુલાકાત દરમિયાન વિવિધ કાર્યક્રમોમાં ઉપસ્થિત રહ્યા હતા.

New Update

વડોદરાની મુલાકાત લેતા કેન્દ્રીય રાજ્યકક્ષાના મંત્રી 

સંકલ્પ દિવસે મંત્રી રામદાસ આઠવલેએ લીધી મુલાકાત 

મંત્રી આઠવલેએ વિવિધ કાર્યક્રમોમાં આપી હાજરી 

મંત્રીએ સંકલ્પ ભૂમિની પણ કરી મુલાકાત 

અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક પણ યોજી 

ભારત સરકારના સામાજિક ન્યાય અને અધિકારિતા રાજ્ય મંત્રી રામદાસ આઠવલે આજે વડોદરાની મુલાકાતે આવ્યા હતા. તેમની આ મુલાકાત દરમિયાન વિવિધ કાર્યક્રમોમાં ઉપસ્થિત રહ્યા હતા. તેમણે સરકીટ હાઉસ ખાતે અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજીને તેઓ સંકલ્પ ભૂમિની મુલાકાતે ગયા હતા.ત્યારબાદ  સંકલ્પથી સંવિધાન કાર્યક્રમમાં સહભાગી બન્યા હતા.
કેન્દ્રીય સામાજિક ન્યાય અને અધિકારીતા રાજ્યકક્ષાના મંત્રી રામદાસ આઠવલેએ આજે સંકલ્પ દિવસ નિમિત્તે વડોદરાના પ્રવાસે આવ્યા હતા.તેમણે વડોદરા જિલ્લા કલેકટર, જિલ્લા વિકાસ અધિકારી, જિલ્લા પોલીસ વડા સહિત સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગના અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજી હતી.અને શહેર જિલ્લાની વિગતો મેળવી હતી.ત્યારબાદ સામાજિક ન્યાય અને અધિકારિતા રાજ્ય મંત્રી  રામદાસ આઠવલેએ પત્રકાર પરિષદ યોજીને પત્રકારો સાથે વાતચીત કરતા તેઓએ રાહુલ ગાંધી પર શાબ્દિક પ્રહાર કર્યા હતા,અને તેમનો પાસપોર્ટ રદ કરવો જોઈએનું જણાવ્યું હતું.વધુમાં આઠવલે પંજાબમાં બીજેપી પ્રેરિત સરકાર આવશે અને મહારાષ્ટ્રની  આગામી ચૂંટણીમાં બીજેપી અને સાથી પક્ષોની જીત થશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.
Latest Stories