વડોદરા : કલાનગરી 10 કલાકારોનો GUJARAT TITANSને પ્રોત્સાહિત કરવાનો પ્રયાસ, પ્લેયરોની રંગોળી તૈયાર કરી

વડોદરા શહેરના 10 જેટલા કલાકારોએ આઇપીએલમાં ગુજરાતની ટીમને પ્રોત્સાહિત કરવા વિશાળ રંગોળી તૈયાર કરી હતી.

New Update
વડોદરા : કલાનગરી 10 કલાકારોનો GUJARAT TITANSને પ્રોત્સાહિત કરવાનો પ્રયાસ, પ્લેયરોની રંગોળી તૈયાર કરી

વડોદરા શહેરના 10 જેટલા કલાકારોએ આઇપીએલમાં ગુજરાતની ટીમને પ્રોત્સાહિત કરવા વિશાળ રંગોળી તૈયાર કરી હતી. અને ફાઇનલ મેચ જીતે તેવી શુભકામનાઓ પાઠવી હતી.

વડોદરા શહેર કલા નગરી તરીકે ઓળખાય છે. એવામાં સહજ રંગોળી ગ્રુપ પોતાની આગવી પરંપરા મુજબ દરેક પ્રસંગે થીમ બેઝ રંગોળી પ્રદર્શનનું આયોજન કરતું રહે છે. એ મુજબ આ વખતે IPL જ્યારે અંતિમ તબક્કામાં પહોંચી ચૂક્યું છે અને આપણી ગુજરાતની ટીમ ગુજરાત ટાઇટન્સ ખૂબ સુંદર પ્રદર્શન કરી ફર્સ્ટ ક્વોલિફાઇડ થઈ ચૂકી છે. સહજ રંગોળી ગ્રુપના કલાકારોએ પણ કળા દ્વારા આગવી રીતે, પ્રોત્સાહિત કરવાની કોશિશ કરી હતી. જેમાં કુલ 10 કલાકારોએ ભાગ લીધો છે. ગૃપમાં કમલેશ વ્યાસ, મીના વ્યાસ, નિહારિકા રાઠોડ, જ્યોતિ પટેલ, હેમા જોશી, નીના જોશી, પ્રેરણા વ્યાસ, હર્ષિતા પ્રજાપતિ, હેત્વી શાહ, નેત્રા ગોહિલ, વગેરેએ મળી 2 અઠવાડિયાના સમયમાં 50 કિલો કલરનો ઉપયોગ કરી વિશાળ રંગોળી બનાવી છે. જેમાં નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમમાં ઉભેલ હાર્દિક પંડ્યા તેમજ અન્ય ખેલાડીઓની આગવી રંગોળી તૈયાર કરી હતી તે ઉપરાંત પાણી ઉપર તરતી તેમજ પાણીની નીચે પણ રંગોળી બનાવી શુભકામના પાઠવી હતી.

Latest Stories