New Update
/connect-gujarat/media/post_banners/695e3b71b02b2bb77bc1b3e8cc4bc06f1d669b4c45e35a6a8c8517d940584452.jpg)
વડોદરાની એમ.એસ.યુનિવર્સિટીની ફાઈન આર્ટ્સ ફેકલ્ટી ખાતે સિરામિક વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ફેકલ્ટીના પ્રધ્યાપકો અને ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ દ્વારા સિરામિક આર્ટની ફાયરિંગ, કાર્નિંગ, ગ્લેઝિંગ સહિતની વિવિધ ટેકનિક્સ શીખવામાં આવી રહી છે.ફેકલ્ટી ઓફ ફાઈન આર્ટસ એલ્યુમનિ એસોસિએશન અને પુરષોત્તમ પબ્લિક ટ્રસ્ટ તેમજ સ્કલ્પચર વિભાગના સંયુક્ત ઉપક્રમે શહેરના વિશ્વ વિખ્યાત સિરામિક આર્ટિસ્ટ સ્વ.જ્યોત્સબેનના ભટ્ટને કલાંજલિ આપવાના ભાગરુપે આ વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં સ્કલ્પચર વિભાગ સહિત આર્ટ, હિસ્ટ્રી, પેઈન્ટિંગ સહિત અન્ય વિભાગના 60 વિદ્યાર્થીઓ જોડાયેલા છે.
Latest Stories