/connect-gujarat/media/media_files/LkCebKYa57pPfnmOlJ4i.jpeg)
વડોદરા શહેરના સુખલીપૂરામાંથી 71 અને કોટાલીમાંથી 70 સહિત કુલ 141 લોકોનું રેસક્યું કરી સ્થળાંતર કરવામાં આવ્યું હતું.
આજવા સરોવરમાંથી પાણી છોડાતા વિશ્વામિત્રી નદીમાં જળસ્તર વધતા નદી કિનારાના સુખલીપૂરામાંથી 71 અને કોટાલીમાંથી 70 સહિત કુલ 141 લોકોને આશ્રય સ્થાનોમાં ખસેડવામાં આવ્યા હતા. આશ્રયસ્થાનોમાં આશરો લેતા લોકોને જિલ્લા પ્રશાસન દ્વારા ભોજન અને પીવાના પાણીની પણ સુચારુ વ્યવસ્થા કરવામાં આવી છે. વિશ્વામિત્રી નદી કિનારાના સુખલીપુરા, કોટાલી, દેણા અને આસોજ ગામની વડોદરા ગ્રામ્ય મામલતદારે મુલાકાત લીધી હતી. નદીમાં જળસ્તર વધતાં આ ગામોના લોકોનો રૂબરૂ સંપર્ક કરી સાવચેત કરવા સાથે અગમચેતીના પગલાં તાલુકા તંત્ર વાહકો દ્વારા લેવામાં આવ્યા છે.