Connect Gujarat
વડોદરા 

વડોદરા : પૂરના સંકટ વચ્ચે 1487 લોકોનું સ્થળાંતર, NDRFની ટીમે 40 લોકોનું કર્યું રેસક્યું...

વડોદરાના 3 તાલુકાના 13 ગામોના 1487 લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા

X

સરદાર સરોવર નર્મદા ડેમમાં પાણીની થતી સતત આવક

વડોદરા જિલ્લાના 3 તાલુકાના 13 ગામોમાં વ્યાપક અસર

તંત્ર દ્વારા 1487 લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા

પૂરના પાણીમાં ફસાયેલા 40 લોકોનું NDRFએ કર્યું રેસ્ક્યું

મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશમાં સતત વરસી રહેલ વરસાદના કારણે નર્મદા નદીમાં પાણીની ખૂબ આવક થઈ છે. જેના કારણે નર્મદા નદીમાંથી પાણી છોડતા વડોદરા જિલ્લાના નીચાણવાળા વિસ્તારોમાં પણ તેની અસર થઈ છે, ત્યારે વડોદરાના 3 તાલુકાના 13 ગામોના 1487 લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા હતા, જ્યારે પૂરના પાણીમાં ફસાયેલા 40 લોકોનું NDRF દ્વારા રેસ્ક્યું કરાયું હતું.

સરદાર સરોવર નર્મદા ડેમમાં ઉપરવાસમાં વરસેલા ભારે વરસાદના પગલે નર્મદા નદીમાં પાણીનો પ્રવાહ વધતાં વડોદરા જિલ્લાના કરજણ તાલુકાના નદીકાંઠાના પુરા, આલમપુરા, લીલાઈપુરા, ઓઝ, નાની કરોલ, લિલોડ, શાયર અને દિવાબેટ ગામોના લોકોને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા મોડી રાત્રે સલામત સ્થળે ખસેડવામાં આવ્યા હતા, જ્યારે NDRFની ટીમ દ્વારા દીવાબેટમાં ફસાયેલા 20 લોકો સલામત રેસ્ક્યું કરવામાં આવ્યું હતું.

વડોદરા જિલ્લાના ડભોઈના 2, શિનોરના 4 અને કરજણ તાલુકાના 7 સહિત નદીકાંઠાના કુલ 13 ગામોના 1487 નાગરિકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે. વડોદરા જિલ્લા કલેક્ટર અતુલ ગોર, જિલ્લા પોલીસ વડા રોહન આનંદ, ડભોઈ-કરજણના પ્રાંત અધિકારીઓ, વહીવટી તંત્રના અધિકારીઓ, પોલીસ સ્ટાફ મોડી રાત સુધી બચાવ અને રાહત કામગીરી કરી જિલ્લા પ્રસાશન લોકોની પડખે રહ્યું છે, તેની અનુભૂતિ કરાવી હતી.

Next Story