વડોદરા : ૧૯૦૦ નૂર આવાસ અધુરા કામોથી અટવાયા, કોન્ટ્રાક્ટર-કોર્પોરેશનની તકલીફોનો ભોગ સામાન્ય જીવ બન્યો

વડોદરામાં ૧૯૦૦ જેટલા નૂર આવાસ અધુરા કામોથી અટવાયા છે અને જેના લીધે સામાન્ય વ્યક્તિને મળવાપાત્ર ઘર ખંડેર થતું જઈ રહ્યું છે.

New Update
વડોદરા : ૧૯૦૦ નૂર આવાસ અધુરા કામોથી અટવાયા, કોન્ટ્રાક્ટર-કોર્પોરેશનની તકલીફોનો ભોગ સામાન્ય જીવ બન્યો

વડોદરામાં ૧૯૦૦ જેટલા નૂર આવાસ અધુરા કામોથી અટવાયા છે અને જેના લીધે સામાન્ય વ્યક્તિને મળવાપાત્ર ઘર ખંડેર થતું જઈ રહ્યું છે.

સામાન્ય નાગરિકને ઘરનું ઘર મળી રહે એવા સુવાસ સાથે સરકાર દ્વારા અલગ અલગ આવાસ યોજનાઓ શરૂ કરવામાં આવી એમની જ એક નૂર આવાસ યોજના હેઠળ અંદાજિત 1900 જેટલા આવાસો વડોદરાના સયાજીપુરામાં બનાવવાનું શરૂ થયું. વર્ષ 2014માં શરૂ થયેલા આસના મકાનોના કામ કોન્ટ્રાક્ટરની અને કોર્પોરેશન વચ્ચે તકલીફોના કારણે આજે અધુરા અટવાઈ પડ્યા છે. આ આવાસના મકાનોના કામ પહેલા ઓવી ઓમની નામની કંપનીને આપવામાં આવ્યા હતા, ત્યારે બ્લેક લિસ્ટ થયેલી આ કંપની પાસેથી કામ અધુરામાં પાછા લઈ ગુરુકૃપા કન્સ્ટ્રક્શનને આપવામાં આવ્યા વર્ષ 2019 થી ગુરુકૃપા કન્સ્ટ્રક્શન દ્વારા આ અધૂરા કામને પૂરા કરવાનો ચાર્જ સંભાળવામાં આવ્યો પરંતુ માનવામાં આવે છે કે મહાનગર સેવાસદન દ્વારા કરેલ કામના નાણા ગુરુકૃપા અને નહીં ચૂકવાતા સામાન્ય વ્યક્તિ માટે તૈયાર થનારા આવાસો ખંડેર થઈ રહ્યા છે.

વિપક્ષના આક્ષેપ પ્રમાણે આ આવાસોના અધૂરા કામો માટે મહાનગર સેવાસદનનું વહીવટી તંત્ર જવાબદાર છે, ત્યારે હવે આ અધુરા આવાસોની જગ્યા વેરાન બની રહી છે. સત્તા પક્ષ જલ્દીથી આ સમગ્ર મામલો લીપટાવીને સામાન્ય વ્યક્તિને ઘરનું ઘર આપવા માટેની સરકારની યોજનાઓ પ્રમાણે અધૂરા આવાસોના કામ પૂરા કરવા કટિબંધ્ધ હોવાનું જણાવી રહ્યા છે. સરકાર દ્વારા પ્રધાનમંત્રી આવાસ હોય કે મુખ્યમંત્રી આવાસ કે પછી હોય આ જ પ્રકારના બિલકુલ સામાન્ય પરિવારના લોકોને ઘરનું ઘર અપાવવા માટે નુર્મ આવાસ યોજના નાગરિકોની માત્ર સરકારની યોજના સાચા અર્થમાં તેમના ઉપયોગમાં આવે તેટલી જ અપેક્ષા હોય છે, તેવામાં સરકાર જનતાની પાસેથી વસૂલેલા ટેક્સના કરોડો રૂપિયાના ખર્ચે તૈયાર કરેલા આ આવાસો સાચા અર્થમાં ક્યારે સામાન્ય નાગરિક માટે ઇમારતમાંથી ઘર બને છે તે જોવાનું અગત્યનું છે