Connect Gujarat
વડોદરા 

વડોદરા : ઓનલાઇન ટ્રેંડિંગના નામે ઠગાઇ કરનાર 3 સાયબર માફીયાઓ ઝડપાયા, 4 હજાર સીમકાર્ડ પણ ઇસ્યુ કર્યા..!

વડોદરા સાયબર ક્રાઈમ પોલીસ દ્વારા વધુ એક ઠગ ટોળકીના 3 શખ્સોને ઝડપી લેવામાં સફળતા મળી છે.

X

વડોદરા સાયબર ક્રાઈમ પોલીસ દ્વારા વધુ એક ઠગ ટોળકીના 3 શખ્સોને ઝડપી લેવામાં સફળતા મળી છે. આ ટોળકી ઓનલાઈન કરવાના બહાને ઠગાઈ કરવાના ઇરાદે 3 વર્ષમાં 4 હજાર સિમકાર્ડ ઈસ્યુ કરાવનાર શખ્સ અને તેને ડેટા પ્રોવાઈડ કરનારી વ્યક્તિ અને ઠગ ટોળકીને એકાઉન્ટ આપનાર શખ્સની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ આરોપીઓ પાસેથી પોલીસે 6 મોબાઈલ, 1 લેપટોપ જપ્ત કરવામાં આવ્યા છે. સાથે જ આ શખ્સો 20 રૂપિયામાં ડોક્યુમેન્ટ મેળવી 500 રૂપિયામાં ડબ્બા ટ્રેડિંગમાં સંડોવાયેલા ઠગોને સિમકાર્ડ સપ્લાય કરતા હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે. આ શખ્સો સામે કરવામાં આવેલી કાર્યવાહી સંદર્ભે અગાઉ સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં પ્રવીણ ચત્રગુણ વરાટએ ફરિયાદ આપી હતી. જેમાં ફરિયાદી સાથે અજાણ્યા વ્હોટ્સએપ મોબાઈલ નંબર પરથી એન્જલ વર્લ્ડ ફાઇનાન્સ કંપનીમાંથી શ્રદ્ધા પટેલ વાત કરતા હોવાનુ જણાવી ફરિયાદીને અલગ અલગ કંપનીના શેરોમાં રોકાણ કરીને સારું વળતર મળશે તેવું કહી વિશ્વાસમાં લેવા 2 લાખ 16 હાજાર 700 રૂપિયા ફરિયાદીના એકાઉન્ટમાં જમા કરાવ્યા હતા. ત્યારબાદ એન્જલ વર્લ્ડ ફાઇનાન્સમાંથી અલગ અલગ મોબાઈલ નંબર દ્વારા સંપર્ક કરીને કુલ રૂપિયા 12 લાખનું રોકાણ કરાવ્યા છતાં પણ ફરિયાદીને વધારે રૂપિયા ભરવા માટે દબાણ કરવામાં આવતું હતું. જેથી ફરિયાદીને તેમની પર શંકા જતાં વધુ નાણાં ભર્યા નહોતા. બાદમાં ફરિયાદીએ ભરેલા રૂપિયા પરત માગતાં ફરિયાદીને સરખા જવાબ ન મળતાં અને ફોન ઉપાડવાનો બંધ કરી દેતાં આખરે સાયબર ક્રાઇમ પોલીસ મથકમાં ફરિયાદ આપી હતી, ત્યારે હાલ તો પોલીસે ઓનલાઇન ટ્રેડના નામે છેતરપિંડી કરનાર મહેસાણાના 3 શખ્સોની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Next Story