વડોદરા : મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા 3 ઇન્ડોર હોસ્પિટલ ઉભી કરાય, ટૂંક સમયમાં કરાશે કાર્યરત...

વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા રાજ્ય સરકારની ગ્રાન્ટમાંથી શહેરના આટલાદરા, માંજલપુર અને છાણી ખાતે 3 ઇન્ડોર હોસ્પિટલ ઉભી કરવામાં આવી છે

New Update
વડોદરા : મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા 3 ઇન્ડોર હોસ્પિટલ ઉભી કરાય, ટૂંક સમયમાં કરાશે કાર્યરત...

વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા રાજ્ય સરકારની ગ્રાન્ટમાંથી શહેરના આટલાદરા, માંજલપુર અને છાણી ખાતે 3 ઇન્ડોર હોસ્પિટલ ઉભી કરવામાં આવી છે, ત્યારે આ ઇન્ડોર હોસ્પિટલને ટૂંક સમયમાં જ કાર્યરત કરવા જિલ્લા વહીવટી તંત્રએ પ્રયાસ હાથ ધર્યો છે.

Advertisment

વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા નગરજનોની સુવિધા માટે 34 જેટલા અર્બન હેલ્થ સેન્ટર ઉપરથી સુવિધા પૂરી પાડવામાં આવી રહી છે. તેમાં હવે નવા 03 સીએચસી સેન્ટરનો સમાવેશ થાય છે. આ હોસ્પિટલમાં 50 બેડની વ્યવસ્થા, મહિલાઓ અને પુરુષો માટે અલગ વોર્ડ, લેબોરેટરીની સુવિધા, સર્જિકલ વિભાગ તેમજ ફિઝિશિયન સહિતની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે. આ નવા સીએચસી સેન્ટરને કાર્યરત કરવા માટે કોર્પોરેશન પાસે હાલ 2 વિકલ્પ છે. જેમાં સૌપ્રથમ કોર્પોરેશન સ્વયમ સીએચસી સેન્ટર અર્બન હેલ્થ સેન્ટર માફક ચલાવે અથવા પીપીપી ધોરણે એનજીઓને સોંપવામાં પણ આવી શકે છે. જોકે, તે માટે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનની સામાન્ય સભામાં મંજૂરી મેળવ્યા બાદ રાજ્ય સરકારની મંજૂરી અનિવાર્ય છે, ત્યારે હાલ માત્ર ચર્ચા વિચારણા બાદ જ આખરી નિર્ણય લેવામાં આવશે તેમ ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરે જણાવ્યુ હતું.

Advertisment