/connect-gujarat/media/post_banners/5609c8d329d6dcf849a859b0c065e2c41800991df05577fd788100ce8e40d0b0.jpg)
વડોદરામાં ઓનલાઈન પાર્ટ ટાઇમ જોબ આપવાના નામે ઠગાઈ કરતા 3 ઠગબાજોની સાયબર ક્રાઇમ પોલીસે ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
મળતી માહિતી અનુસાર, વડોદરા શહેરમાં છેલ્લા ઘણા સમયથી ઓનલાઈન પાર્ટ ટાઇમ જોબ આપવાના નામે ઠગબાજો લોકો સાથે છેતરપિંડી આચારતા હતા. જેમાં લોકોને વ્હોટ્સેપ અને ટેલિગ્રામ પર ટાસ્ક આપવાના નામે ઠગાઈ કરવામાં આવતી હતી. તેવામાં વડોદરાના એક ઈસમ સાથે થયેલી રૂપિયા 82 લાખની ઠગાઈ અંગે નોંધાયેલી ફરિયાદ બાદ સાયબર ક્રાઇમ પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી, ત્યારે સાયબર ક્રાઇમ પોલીસે ટેક્નિકલ અને સાયન્ટિફિક સોર્સની મદદથી આરોપીઓનું પગેરું મેળવવા કવાયત હાથ ધરી હતી. જેમાં 3 ઠગબાજોને ઝડપી લેવામાં સાયબર ક્રાઇમ પોલીસને સફળતા મળી હતી. સાયબર ક્રાઇમે 3 ઠગબાજોને 8 મોબાઈલ, 12 સીમકાર્ડ સહિત 3 લેપટોપ સાથે ઝડપી પાડ્યા છે. આ સાથે જ પોલીસે ત્રણેય આરોપીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.