વડોદરા : ચોરી કરીને ભાગતી 4 યુવતીઓને લોકોએ ઢીબી નાંખી, તો યુવતીઓએ મારથી બચવા કપડાં કાઢી નાખ્યાં..!

વડોદરા શહેરમાં વાહનોથી સતત ધમધમતા કારેલીબાગ વિસ્તારમાં લોન્ડ્રીની દુકાનમાંથી રોકડ રકમની ચોરી કરીને 4 યુવતીઓ ભાગી રહી હતી

New Update
વડોદરા : ચોરી કરીને ભાગતી 4 યુવતીઓને લોકોએ ઢીબી નાંખી, તો યુવતીઓએ મારથી બચવા કપડાં કાઢી નાખ્યાં..!

વડોદરા શહેરમાં વાહનોથી સતત ધમધમતા કારેલીબાગ વિસ્તારમાં લોન્ડ્રીની દુકાનમાંથી રોકડ રકમની ચોરી કરીને 4 યુવતીઓ ભાગી રહી હતી, ત્યારે લોકોએ તેમનો પીછો કરતા આ ચારેય યુવતીએ પોતાની જાતે પોતાના કપડાં કાઢીને રોડ પર બેસીને તમાશો કર્યો હતો. જોકે, પીછો કરનાર લોકોએ નિર્વસ્ત્ર થઈ ગયેલી યુવતીઓને મેથીપાક ચખાડીને પોલીસના હવાલે કરી દીધી હતી.

મળતી માહિતી અનુસાર, વડોદરા શહેરના કારેલીબાગ વિસ્તારમાં આવેલી એક લોન્ડ્રીની દુકાનમાં 4 યુવતી ગ્રાહકના સ્વાંગમાં ધસી ગઈ હતી. મોકો મળતા જ લોન્ડ્રીની દુકાનના ગલ્લામાંથી રોકડ રકમની ચોરી કરી હતી. આ દરમિયાન લોન્ડ્રીની દુકાનમાં કામ કરનાર યુવાન યુવતીઓને ચોરી કરતા જોઈ જતાં તેને બુમરાણ મચાવી હતી. યુવાને બુમરાણ મચાવતા યુવતીઓએ ભાગી જવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, લોકોએ તેઓનો પીછો કર્યો હતો, ત્યારે લોકોને પીછો કરતા જોઈને ગભરાઈ ગયેલી ચારેય યુવતીએ પોતાના કપડાં કાઢી રોડ ઉપર બેસીને તમાશો કર્યો હતો. કપડાં કાઢીને રડવાનું નાટક કરનાર યુવતીઓએ લોકટોળા પાસે માફી માંગવાનો પણ પ્રયાસ કર્યો હતો. જોકે, રોષે ભરાયેલા લોકોએ ચારેય યુવતીને બરાબરનો મેથીપાક ચખાડ્યો હતો. લોક ટોળામાંથી ભાગેલી યુવતીઓ લાલ બહાદુર શાસ્ત્રી વિદ્યાલય પાસે નિર્વસ્ત્ર હાલમાં દોડતી દોડતી પહોંચી ગઈ હતી. તે સમયે કારેલીબાગ પોલીસની જીપ આવી જતા ચારેય યુવતીઓને કપડાં પહેરાવીને પોલીસ મથક લઈ જઈ તપાસ શરૂ કરી હતી. જોકે, આ યુવતીઓ ક્યાંની રહેવાસી છે, તે અંગેની કોઈ હજુ સુધી માહિતી મળી નથી. તો બીજી તરફ, વાહનોથી ધમધમતા વિસ્તારના જાહેર માર્ગ પર બનેલી આ ઘટનાના પગલે લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા.

Latest Stories