New Update
/connect-gujarat/media/post_banners/4e141b43fe09e5c94423cbfda4c8f9101ca2ba0f2e855eeca9b8a4bb81da65cc.jpg)
વડોદરા નજીક આવેલા કોટંબી ક્રિકેટ સ્ટેડિયમ નજીક અકસ્માતનો બનાવ સામે આવ્યો છે. ઝાલોદથી વડોદરા તરફ આવતા પીકઅપ વાનનું ખાલી સાઇડનું ટાયર ડિવાઇડર સાથે અથડાયું હતું, જેથી પીકઅપ વાન પલટી મારી ગઇ હતી. પીકઅપ વાનમાં 10થી 15 લોકો સવાર હતા. આ અકસ્માતમાં 4 લોકોના મોત થયા છે, જ્યારે કેટલાકને ગંભીર ઇજા પહોચી હતી.
બનાવના પગલે 6થી 7 એમબ્યુલન્સ ઘટના સ્થળે પહોચી હતી. જે બાદ 4 જેટલી એમ્બ્યુલન્સ ઇજાગ્રસ્તોને લઈ સયાજી હોસ્પિટલ પહોંચી હતી, જ્યાં ઇજાગ્રસ્તોની સારવાર કરવામાં આવી રહી છે, ત્યારે હાલ તો પોલીસે 4 મૃતદેહોને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.