Connect Gujarat
વડોદરા 

વડોદરા : કરનાળીમાં વન્યજીવ પ્રતિબંધક વસ્તુઓના જથ્થા સાથે 4 લોકોની અટકાયત...

મુંબઇના વાઇલ્ડ લાઇફ ક્રાઇમ બ્યૂરોને બાતમી મળી હતી કે, વડોદરાના કરનાળીની 2 દુકાનોમાં વન્યજીવ પ્રતિબંધક પ્રાણી-ચીજોનો સંગ્રહ-વેપલો ચાલે છે

X

વડોદરા જિલ્લાના કરનાળીમાં વનવિભાગ અને મુંબઇની વાઇલ્ડ લાઇફ કંટ્રોલ બ્યુરોના સંયુક્ત ઓપરેશનમાં ઇન્દ્રજાળ, પ્રતિબંધક પ્રાણીઓ અને પ્રાણી અવશેષો સહિતની ચીજ-વસ્તુનું વેચાણ કરતી મહિલા સહિત 4 શખ્સોની અટકાયત કરવામાં આવી હતી.

મળતી માહિતી અનુસાર, મુંબઇના વાઇલ્ડ લાઇફ ક્રાઇમ બ્યૂરોને બાતમી મળી હતી કે, વડોદરાના કરનાળીની 2 દુકાનોમાં વન્યજીવ પ્રતિબંધક પ્રાણી-ચીજોનો સંગ્રહ-વેપલો ચાલે છે. જેથી બ્યૂરો અને જાંબુઘોડા-શિવરાજપુરના વન વિભાગના અધિકારીઓ સહિતની ટીમે દરોડો પાડ્યો હતો. જેમાં પિયૂષ ઉપાધ્યાય, નંદગિરી મહારાજ અને નિલેશ તિવારીને પ્રતિબંધક જીવો અને ચીજો સાથે રંગેહાથ ઝડપી પાડ્યા હતા. ઉપરાંત આ લોકો સાથે સંડોવાયેલી કપિલા નામની મહિલાની પણ પૂછપરછ હાથ ધરાઈ છે.

આ લોકો પાસેથી ઇન્દ્રજાળ, હાથીજોડ, શંખ, કાચબા, શિયાળ-શિંગાનો જથ્થો મળી આવ્યો હતો. વડોદરા વનવિભાગના અધિકારીએ જણાવ્યું હતું કે, ઇન્દ્રજાળ કાળી, સફેદ, નારંગી રંગની જોવા મળે છે. જે ધંધામાં શુકનિયાળ છે, તેવી લોકોમાં અંધશ્રદ્ધા છે. તાંત્રિકવિધિ માટે પણ તેનો ઉપયોગ થાય છે, ત્યારે શિડ્યુઅલ-1 (પાર્ટ-4)ની પ્રતિબંધક ચીજો સાથે 4 લોકોની અટકાયત કરવામાં આવી છે. જોકે, હવે પૂછપરછમાં અન્ય વિગતો પણ બહાર આવે તેવી શક્યતા છે.

Next Story