Connect Gujarat
વડોદરા 

વડોદરા : જય જગન્નાથના ગગનભેદી જયઘોષ સાથે નીકળી ભગવાન જગન્નાથજીની 41મી રથયાત્રા, હજારો ભક્તો ઉમટ્યા

ભગવાન જગન્નાથજીની 41મી ભવ્ય રથયાત્રા નીકળી, વૃંદાવનના રેશમ વાઘા ભગવાન જગન્નાથને પહેરવાયા

X

વડોદરા શહેરમાં જય જગન્નાથ અને હરે રામા રહે ક્રિષ્નાના ગગનભેદી જયઘોષ સાથે ભગવાન જગન્નાથની 41મી રથયાત્રા નીકળી હતી, ત્યારે શહેરના માર્ગો પર રથયાત્રાનું ઠેર ઠેર સ્વાગત કરવામાં આવ્યું હતું. લોકો વિવિધ વેશભૂષામાં તૈયાર થઈને રથયાત્રામાં જોડાયા હતા. રથયાત્રાના રૂટ પર આવનારા રસ્તાઓને તોરણોથી સજાવવામાં આવ્યાં છે, ત્યારે સ્થાનિક કોર્પોરેટરો, વિવિધ સંસ્થા અને સમાજના અગ્રણીઓએ રથયાત્રાનું સ્વાગત કરવા પહોચ્યા હતા. એટલું જ નહીં લોકોએ પણ ઘરની બહાર રંગોળી કરીને ભગવાનનું ભવ્ય સ્વાગત કર્યું હતું.

વડોદરા મેયર કેયુર રોકડિયાએ પહિંદવિધિ કરીને ભગવાન જગન્નાથજીની રથયાત્રાને પ્રસ્થાન કરાવ્યું હતું. આ રથયાત્રા પૂર્વે ઇસ્કોન મંદિરમાં શ્રૃંગાર દર્શન, આરતી, બપોરે રાજભોગ અને આરતી પછી ભગવાન જગન્નાથ, સુભદ્રા અને બલરામની કાષ્ઠની મૂર્તિઓ વિધિવત રીતે રથયાત્રા માટે રેલ્વે સ્ટેશન ખાતે લાવવામાં આવી હતી. આ પ્રતિમાઓને રથમાં આરૂઢ કરાવી શ્રૃંગાર અને આરતી બાદ ભગવાનની રથયાત્રાનો પ્રારંભ થયો હતો. રથયાત્રામાં ભગવાન જગન્નાથજીનો રથ ખેંચવા હજારોની સંખ્યામાં જનમેદની ઉમટી પડી હતી. આ સાથે જ બ્રિટન, અમેરિકા અને મુંબઈથી ઈસ્કોન સમિતિના સંતો ઉપસ્થિત રહ્યા હતા. આજના પવિત્ર દિવસે ૩ લાખ ભક્તોને 30 ટન શીરાનો પ્રસાદ વહેંચવામાં આવ્યો હતો.

Next Story