New Update
-
વડોદરામાં મહિલા બ્રેન ડેડ જાહેર થઈ
-
પરિવારજનો દ્વારા લેવામાં આવ્યો સરાહનીય નિર્ણય
-
મહિલાના અંગોનું કરવામાં આવશે દાન
-
લીવર, કિડની, હાર્ટ અને 2 આંખોનું કરાશે દાન
-
અન્ય લોકોને મળશે નવજીવન
વડોદરાના આજવા રોડ પર આવેલ ત્રીજી હોસ્પિટલમાં મહિલા બ્રેન ડેડ જાહેર થતાં પરિવારજનો દ્વારા તેમના અંગોનો દાન કરવાનો સરાહનીય નિર્ણય લેવામાં આવ્યો હતો વડોદરાના આજવા રોડ પર આવેલી શ્રીજી હોસ્પિટલમાં મહિલા બ્રેઈન હેમરેજની સારવાર લઈ રહી હતી. સારવાર દરમિયાન તે બ્રેઈન ડેડ થતાં પરિવારે તેઓના અંગ દાન કરવાનું નક્કી કર્યું હતું.
જેથી મહિલાનું લીવર, કિડની, હાર્ટ અને 2 આંખોનું ડોનેશન કરવામાં આવ્યું હતું. આ અંગો સુરત અને અમદાવાદ જરૂરીયાતમંદ દર્દીઓને મળશે. આ માટે પોલીસ દ્વારા ગ્રીન કોરીડોર પણ બનાવવામાં આવ્યો હતો.48 વર્ષીય મહિલાને બ્રેઈન હેમરેજ થતાં 2 ગાઠ થતા તેઓે ઓપરેશન માટે દાખલ થયા હતા.
તેઓની છેલ્લા 10 દિવસથી હોસ્પિટલમાં સારવાર ચાલી રહી હતી ત્યારે મહિલા ગુરુવારે રાત્રે બેઈન ડેડ થયા હતા.
મહિલાનું મૃત્યું થતાં પરિવારમાં આઘાતમાં સરી ગયો હતો. જોકે હોસ્પિટલના સ્ટાફે પરિવારે અંગદાન માટે સમજવ્યું હતું અને તે અંગે જાણકારી આપી હતી. પરિવાર અંગદાન માટે તૈયાર થયું હતું. પરિવાર તૈયાર થતાં મહિલાનું લીવર, કિડની, હાર્ટ અને 2 આંખોનું દાન કરાયું હતું.
Latest Stories