વડોદરા: માર્ગ પર ઉભેલા કન્ટેનર પાછળ કાર ધડાકાભેર ભટકાય, એક જ પરિવારના 5 લોકોના મોત

મોડી રાત્રે ગમખ્વાર માર્ગ અકસ્માત સર્જાયો હતો. માર્ગ પર ઉભેલા કન્ટેનર પાછળ કાર ભટકાતા એક જ પરિવારના 5 લોકોના કમકમાટી ભર્યા મોત નિપજ્યા હતા

New Update
વડોદરા: માર્ગ પર ઉભેલા કન્ટેનર પાછળ કાર ધડાકાભેર ભટકાય, એક જ પરિવારના 5 લોકોના મોત

વડોદરા નજીક નેશનલ હાઇવે પર મોડી રાત્રે ગમખ્વાર માર્ગ અકસ્માત સર્જાયો હતો. માર્ગ પર ઉભેલા કન્ટેનર પાછળ કાર ભટકાતા એક જ પરિવારના 5 લોકોના કમકમાટી ભર્યા મોત નિપજ્યા હતા

વડોદરા શહેર નજીકથી પસાર થતા નેશનલ હાઇવે 48 પર મોડી રાત્રે અતિ જીવલેણ અકસ્માત સર્જાયો હતો. જેમાં કારમાં સવાર પટેલ પરિવારના એક વર્ષના માસૂમ બાળક સહિત પાંચ લોકોએ જીવ ગુમાવ્યો છે. અકસ્માત બાદ ફાયરબ્રિગેડની મદદ લેવામાં આવી હતી. આ અકસ્માતમાં 4 વર્ષીય બાળકીનો આબાદ બચાવ થયો છે. બે ભાઈ અને બંનેની પત્ની અને એક વર્ષના બાળકનું મોત થતાં સન્નાટો છવાઈ ગયો છે.વડોદરા શહેરમાં રહેતા બે ભાઈઓનો પરિવાર વતનમાંથી ગતમોડી રાત્રે સુરત તરફથી વડોદરા આવી રહ્યો હતો. આજવા રોડ સ્થિત મધુ નગરમાં રહે છે. પટેલ પરિવાર વડોદરા સ્થિત જાંબુવા બ્રિજથી તરસાલી તરફ કારમાં જઇ રહ્યો હતો. જ્યાં સાઇડ પર ઉભેલા હેવી લોડેડ કન્ટેનરની પાઠળ ધડાકાભેર કાર ભટકાતા અતિ ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ બનાવને પગલે મકરપરા પોલીસનો સ્ટાફ સ્થળ પર પહોંચી ગયો હતો અને તાત્કાલીક કાર્યવાહી હાથ ધરી હતી. આ અકસ્માતમાં મૃત્યું પામનાર તમામ વડોદરાના રહેવાસી હોવાનું જાણવા મળી રહ્યું છે.